Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

ભેદી રોગને કારણે આ બહેનની છાતીનો ભાગ બેફામ વધી રહ્યો છે

બેંગ્કોક, તા. ર૦ : થાઇલેન્ડના એક અંતરિયાળ ગામડામાં રહેતા ૪૬ વર્ષના લામ ફ્રાઇ સી નુઆન નામના બહેનને છેલ્લા કેટલાક મહિનાઓમાં જ વિચિત્ર રોગ ચાલુ પડયો છે. સામાન્ય રીતે સ્તનયુગ્મની સાઇઝ પ્યુબર્ટી એજ પછી વધવાની અટકી જાય છે, પરંતુ લામ ફ્રાઇબહેનના બ્રેસ્ટ્સ અચાનક જ મોટા થવા લાગ્યા છે. આ સમસ્યા મહિનાઓમાં જ એટલી વકરી ગઇ છે કે તેઓ પોતાની બ્રેસ્ટ્સનો ભાર પણ ઉંચકી નથી શકતા. એને કારણે તેમણે કાખઘોડી વાપરવી પડે છે. છાતી પર વજન વધી જવાને કારણે તેમને સપોર્ટ આપે એવી કોઇ બ્રેસિઅર ફિટ નથી આવતી. વજન ઉંચકવું સહેલું બને એ માટે તેમણે ગરદન પણ ચાદર વીંટાળીને ઝોળી બનાવી છે. જેમાં બ્રેસ્ટ્સનો ભાર ઝીલાઇ જાય. પહેલા તો પૈસાની અછતને કારણે આ બહેને ડોકટર પાસે જવાનું જ ટાળ્યું, પરંતુ જયારે અસહ્ય સ્થિતિ થઇ ત્યારે લોકલ ડોકટર પાસે ગયા. શરૂઆતમાં તો ડોકટરને શંકા ગઇ કે કદાચ કેન્સરની ગાંઠ અંદર હોવાને કારણે ગ્રોથ વધી રહ્યો હશે, પણ પ્રાથમિક તપાસમાં કેન્સરની સંભાવના બાદ થઇ ગઇ છે. ડોકટરનું કહેવું છે કે દરદીએ આપેલી હિસ્ટરીમાં બ્રેસ્ટનો વિકાસ આઠ-નવ મહિના પહેલાથી ધીમે-ધીમે વધવો શરૂ થયેલો. જોકે છેલ્લા ચાર મહિનામાં એક બાજુની બ્રેસ્ટનો વિકાસ બેફામ થઇ ગયો છે. આ વજનને કારણે બહેનની કરોડરજ્જુ પર પણ પ્રેશર આવે છે જેને કારણે ગળા, ખભા અને પીઠનો દુખાવો અસહ્ય થાય છે. નજીકના શહેરની હોસ્પિટલના ડોકટરો પણ આમ થવાનું રહસ્ય હજી શોધી નથી શકયા. ડોકટરોનું કહેવું છે કે બ્રેસ્ટ રીમૂવલ એ જ એક ઉપાય છે, પરંતુ એ પહેલા જો આમ થવા પાછળનું કારણ સમજી શકાય તો ફરીથી રોગનો ઉથલો ન આવે.

(9:56 am IST)