Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

લલચામણી જાહેરાતોને કારણે જન્ક-ફૂડનું ક્રેવિંગ વધી રહ્યુ છે

લંડન તા ૧૮ : તમે કયારેય વિચાર્યુ છે કે મોટા ભાગના લોકોને વારંવાર જન્ક-ફુડ ખાવાનું મન કેમ થતું હોય છે ? તેમની પાછળની ધણી થીયરીઓ છે. ઘણા સમય પહેલા થયેલા અભ્યાસમાં કહેવાયું છે કે જન્ક-ફુડમાં રહેલાં ઘટકો મગજમાં ફીલ-ગુડ ફિલિંગ પેદા કરીને એકિકિટવ ઇફેકટ ઉભી કરે છે. એટલે વારંવાર એ ખાવાનું મન થાય છે. તાજેતરમાં અમેરિકન અભ્યાસકર્તાઓનું કહેવું છે કે જન્ક-ફુડ ક્રેવિંગ પાછળ એની લલચામણી જાહેરાતો પણ જવાબદાર છે. યુટાહા વેલી યુનિવર્સિટીના નિષ્ણાંતોનું કહેવું છે કે તમે ગમે એટલા સભાન હો, પરંતુ કેટલીક જાહેરાતોમાં કરવામાં આવતી લલચામણી અપીલને કારણે વ્યકિત એ ફુડ તરફ એટ્રેકટ થાય છે. કોઇ જન્ક ફુડની જાહેરાત માટે વપરાતી સિનેમેટ્રોગ્રાફીથી લઇને એને પ્રમોટ કરવા માટેની વાર્તા વ્યકિતના મન પર અસર કરે છે અને સારી કે ખરાબ ખાદ્ય ચીજ માટેનું ક્રેવિંગ પેદા કરે છે. કન્ઝયુમર સાઇકોલોજી નામની જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ જો ઓબેસિટીની સમસ્યાને કાબુમાં લાવવી હોય તો અન હેલ્ધી ચીજોનું માર્કેટીંગ અને જાહેરાતો પર નિયંત્રણ લાવવું જરૂરી છે.

(3:27 pm IST)