Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

દારૂ પીને બહેને પોતાનુ માથું ટ્રકની એકઝોસ્ટ પાઇપમાં ઘુસાડી દીધુ

ન્યુયોર્ક તા.૧૮ : દારૂના બે-ચાર પેગ  પેટમાં ગયો પછી માણસ કંઇક અળવીંતરુ કરે તો જ નવાઇ. અમેરિકાના મિનસોતા રાજ્યમા વિન્સ્ટોક મ્યુઝીક ફેસ્ટિવલ  માણવા ગયેલી  ૧૯ વર્ષની કેટલિન નામની ટીનેજરે પણ દારૂ પીધા પછી મગજ ગુમાવી દીધેલુ નશાની હાલતમાં તે દોસ્તો સાથે રસ્તા પર ફરી રહી હતી ત્યારે તેમણે એક ટ્રક જોઇ ટ્રકની એકઝોસ્ટ પાઇપ બહુ મોટી હતી એટલે તેને મન થયુ આ તો કોઇકનુ આખુ માથુ સમાઇ જાય એટલી મોટી જગ્યા છે બસ, વિચાર આવ્યો એ વખતે મગજ તો કન્ટ્રોલમાં હતુ નહી એટલે તેણે જમીન પર બેસીને માથુ પાઇપમાં નાખી દીધુ  બહુ જ સરળતા થી માથુ અંદર ઘુસી ગય પણ પછી બહાર કાઢતા ફાવ્યુ નહી માથુ કાઢવાની જેટલી કોશિશ કરી એટલું વધુ અંદર ફસાતુ ગયુ.. આખરે મિત્રોએ ફાયર - ફાઇટર્સની મદદ લીધી અને એકજોસ્ટ પાઇપ કાપીને કેટલિનનું માથુ છોડાવ્યુ.

(1:57 pm IST)