Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

સ્ટ્રેસમય બાળપણ વિત્યુ હોય તો મગજ જલ્દી મેચ્યોર થઇ જાય

લંડન તા.૧૮ : જીવનમાં થતી ઘટનાઓ વ્યકિતની પર્સાનાલિટી, શરીર અને મગજ ત્રણેય પર ઘેરી અસર છોડે છે. ખૂબ નાની ઉમરે જે બાળકો ગંભીર બીમારીનો ભાોગ બન્યા હોય , આર્થીક તંગી અનુભવી હોય કે પેરેન્ટસના તનાવગ્રસ્ત  સંબંધોના  સોશ્યલ  સ્ટ્રેસ ફીલ કર્યા હોય એવા બાળકોના મગજનો ચોક્કસ ભાગ નાની ઉમરે મેચ્યોર થઇ જાય છે. નેધરલેન્ડસની  રેડબાઉડ યુનિવર્સિટીના ન્યુરોસાયન્ટિસ્ટોનું કહેવુ છે કે ઉત્કાંતિની દ્રષ્ટિએ બાળકોનુ મગજ પહેલા કરતા વધુ ઝડપથી પરિપકવ બનતુ હોય છે. પાંચ વર્ષથી નાના બાળકોમાં અને ૧૪ થી ૧૭ વર્ષના કિશોરવસ્થામાં સ્ટ્રેસની મેકિસમમ અસર થતી હોય છે. જીવનના આ બન્ને સમય દરમ્યાન નકારાત્મક ઘટનાઓની ઉંડી અસર મગજ પર થાય છે. અભ્યાસકર્તાઓએ વિવિધ ઉંમરના બાળકોના મગજની મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ સ્ટડી કરીને નોંધ્યુ હતુ કે નકારાત્મક દબાણને કારણે મગજના ચોક્કસ ભાગોના વોલ્યુમમાં વધારો અને  ન્યુરોસની કાર્યપ્રણાલીમાં ઝડપથી પરિપકવતા  આવી જાય છે. કયા ભાગમાં  વહેલી મેચ્યોરીટી  આવી છે એના આધારે વ્યકિતનું વર્તન ઘડાય છે.(૧૭.૮)

(1:56 pm IST)