Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

લીંબુ દ્વારા મેળવો સ્ટાઈલીશ દાઢી

હાલ ઘણા સમયથી દાઢી રાખવી એ એક સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગઈ છે. આજકાલ છોકરીઓ પણ આવા પુરૂષોને વધુ પસંદ કરે છે, જેની દાઢી ઘાટી અને સ્ટાઈલીશ હોય. જો તમે પણ આવી દાઢી રાખવા ઈચ્છો છો તો તેના માટે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો.

તેના ઉપયોગ માટે તમે પહેલા એક પેસ્ટ તૈયાર કરો. તેના માટે તજ લો અને તેને જીણુ પીસી લો. હવે તેમાં એક લીંબુનો રસ નાખો. તેને વ્યવસ્થિત મિકસ કરી ૨૦ મિનીટ સુધી ચહેરા પર લગાવો અને ત્યારબાદ તેને ધોઈ લો.

ચહેરાને વ્યવસ્થિત સાફ કર્યા બાદ નારીયેર તેલમાં પાણી મિકસ કરી લગાવો. લીંબુ અને તજનો આ ઉપાય વાળનો ગ્રોથ વધારવાનું કામ કરે છે. આ પેસ્ટને લગાવવાથી દાઢીવાળી જગ્યા પરના સેલ્સ ખુલી જાય છે અને ચહેરાની ડેડ સ્કિન પણ દૂર થાય છે. દાઢી આવવાની સાથે ચહેરા પર નિખાર પણ આવી જાય છે.

(9:13 am IST)