Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

હવે ઘેટાં ચરાવવા માટે ડ્રોનનો ઉપયોગ થાય છે ન્યુઝીલેન્ડમાં

ઓકલેન્ડ તા. ૧૮ :.. ન્યુઝીલેન્ડના ખેડૂતો અને પશુપાલકો હવે હાઇ-ટેક થવા લાગ્યા છે. છેલ્લા બે વર્ષથી કેટલાક લોકોએ ઓછી માનવશકિત ખર્ચીને વધુ કામ મેળવવા માટે આ રસ્તો અપનાવ્યો છે. ડ્રોનમાં લાગેલા કેમેરાને કારણે ઘેટાં કયાં ફરી રહ્યા છે અને એમને કયાં વધુ સારો ચારો અને પાણી મળી શકે એમ છે એ દૂરથી જ જાણી શકાય છે. વળી ડ્રોનની અંદર કેટલાક અવાજો રેકોર્ડ કરેલા છે. ખાસ તો ડોગના અવાજો. કૂતરાનો ભસવાનો અવાજ સાંભળીને ઘેટાં એ અવાજથી દૂર જાય છે. એટલે ઘેટાંને જે દિશામાં લઇ જવા હોય એ ડ્રોનમાં લગાવેલા લાઉડ સ્પીકરની મદદથી થઇ શકે છે. ડ્રોનમાં લાગેલા કેમેરાને ઝૂમ કરીને પણ જોઇ શકાય છે એટલે માત્ર ઉપરથી જ નહીં, નજીકથી પણ ઘેટાઓનું મોનિટરીંગ સંભવ ખેતર પર બેઠાં બેઠાં ઘેટાંને ડ્રોન દ્વારા દોરવાનું કામ કરી શકે છે. બાકી ઘેટાં ચરાવવા માટે એક માણસ રાખવો પડે છે અને તેણે દિવસમાં ખાસ્સું ચાલવું પડે છે.

(3:53 pm IST)