Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

અમેરિકા અને ચીન દક્ષિણ ચીન સાગર મુદ્દે સામસામે આવ્યા

નવી દિલ્હી: અમેરિકા અને ચીન દક્ષિણ ચીન સાગર મુદ્દે સામસામા આવી ચૂક્યા છે. બન્ને દેશો સાઉથ ચાઈના સી વિસ્તારમાં પોતાના હિથયારો વધારી રહ્યાં છે. અમેરિકાએ અહીં પોતાના બી-2 બોમ્બર વિમાનો ગોઠવ્યા છે, તો ચીને સામે એચ-6જે વિમાનો ખડક્યા છે.

             બન્ને દેશના વિમાનો પરમાણુ બોમ્બર એટલે કે પરમાણુ બોમ્બ ફેંકવા સક્ષમ છે. અમેરિકાના સ્ટેલૃથ (રેડાર પકડી શકાય એવા) આધુનિક ગણાતા 3 ફાઈટર વિમાનો હિન્દ મહાસાગરમાં આવેલા ડિએગો ગ્રેસિઆ ટાપુ પર આજે આવી પહોંચ્યા હતા. 2016 પછી પહેલો પ્રસંગ છે, જ્યારે અમેરિકાએ પરમાણુ સક્ષમ વિમાનો વિસ્તારમાં મોકલ્યા છે.

 

(2:37 pm IST)
  • રાજ્યમાં 23 ઓગસ્ટના રોજ યોજાનારી પૂરક પરીક્ષા સ્થગિત : ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા સ્થગિત : બીજી તરફ ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાશે access_time 5:54 pm IST

  • ગેહલોત સરકારની આજે કસોટી ભાજપ આજે શુક્રવારે રાજસ્થાન વિધાનસભામાં ગેહલોતની કોંગી સરકાર વિરુદ્ઘ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરશે તેમ વિપક્ષી ભાજપ નેતા ગુલાબચંદ કટારીયાએ જણાવ્યું છે. તો એક અહેવાલ મુજબ ગેહલોત સરકાર વિશ્વાસનો મત માગશે તેમ કોંગી નેતાએ કહ્યું છે. access_time 11:53 am IST

  • રાજસ્થાન અશોક ગેહલોત સરકારે વિશ્વાસનો મત જીત્યા: વિધાનસભામાં વિશ્વાસનો મત હાંસલ કર્યો :સરકારનું સંકટ ટળ્યું access_time 4:35 pm IST