દેશ-વિદેશ
News of Friday, 14th August 2020

અમેરિકા અને ચીન દક્ષિણ ચીન સાગર મુદ્દે સામસામે આવ્યા

નવી દિલ્હી: અમેરિકા અને ચીન દક્ષિણ ચીન સાગર મુદ્દે સામસામા આવી ચૂક્યા છે. બન્ને દેશો સાઉથ ચાઈના સી વિસ્તારમાં પોતાના હિથયારો વધારી રહ્યાં છે. અમેરિકાએ અહીં પોતાના બી-2 બોમ્બર વિમાનો ગોઠવ્યા છે, તો ચીને સામે એચ-6જે વિમાનો ખડક્યા છે.

             બન્ને દેશના વિમાનો પરમાણુ બોમ્બર એટલે કે પરમાણુ બોમ્બ ફેંકવા સક્ષમ છે. અમેરિકાના સ્ટેલૃથ (રેડાર પકડી શકાય એવા) આધુનિક ગણાતા 3 ફાઈટર વિમાનો હિન્દ મહાસાગરમાં આવેલા ડિએગો ગ્રેસિઆ ટાપુ પર આજે આવી પહોંચ્યા હતા. 2016 પછી પહેલો પ્રસંગ છે, જ્યારે અમેરિકાએ પરમાણુ સક્ષમ વિમાનો વિસ્તારમાં મોકલ્યા છે.

 

(2:37 pm IST)