Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

વાનરો વિચારશે માણસની જેમ

માનવ જેવું જ મગજ ધરાવતા વાંદરા તૈયાર કર્યા હોવાનો ચીની વૈજ્ઞાનિકોનો દાવો

બીજીંગ તા. ૧૩: હેં!? વાંદરાઓ આમ તો માણસના પૂર્વજ જ ગણાય છે, પણ એ સંપૂર્ણપણે તો માણસની જેમ વિચારી શકતા નથી. જોકે આ પરિસ્થિતિ નજીકના ભવિષ્યમાં બદલાય તો નવાઇ નહીં, કારણ કે ચીનના વૈજ્ઞાનિકોએ માણસ જેવું જ મગજ ધરાવતા વાંદરા તૈયાર કરવાનો દાવો કર્યો છે.

તેમના દાવા પ્રમાણે ૧૧ વાંદરાઓમાં એમસીપીએચ-૧ પ્રકારના જીન્સનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. આ જીન્સ માનવ મસ્તિષ્કના વિકાસ માટે બહુ મહત્વની ભૂમિકા ભજવે છે.

પ્રયોગ દરમ્યાન વૈજ્ઞાનિકોએ જોયું હતું કે માણસની જેમ જ વાંદરાઓના મગજને વિકસ્તિ થવામાં સમય લાગ્યો હતો. જો વૈજ્ઞાનિકોનો દાવો સાચો હોય તો આ બહુ મોટી સફળતા કહી શકાય.

(3:51 pm IST)