Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

બોલો, ઊંટને લઇને શોપિંગ કરવા નીકળ્યા આ ભાઇ

ન્યુયોર્ક તા.૧૩: પાળેલાં પ્રાણીઓ માટેની પ્રોડકટ્સ વેચતી શોપમા ંલોકો મોટા ભાગે ડોગી, બિલાડી, સસલાં,કાચબા કે પંખીઓને લઇને જતા હોય છે. જોકે અમેરિકાના મિશિગનમાં મસ્કેગોન ટાઉનમાં આવેલા પેટસ્માર્ટ નામના સ્ટોરમાં ૫૦ વર્ષના સ્કોટ લેવિસ નામના ભાઇ પોતાના ૧૧ વર્ષના ઊંટને લઇને પહોંચી ગયા હતા. જેફરી નામનો આ ઊંટ સ્કોભાઇએ પાળેલો હતો અને તેમના ફાર્મહાઉસનો સૌથી કહ્યાગરો ઊંટ હતો. સ્કોટની ઇચ્છા હતી કે તે પોતાના ઊંટને લઇને કયાંક એવી જગ્યાએ ફરવા જાય જ્યાં તેને ખૂબ માનપાન મળે અને ઊંટને પણ પોતાની પસંદ મુજબનું કંઇક શોપિંગ કરવાની મજા આવે. પેટસ્માર્ટ શોપથી વધુ સારો વિકલ્પ બીજો શું હોઇ શકે? સાડાસાત ફુટ ઊંચા જેફરીને શોપમાં પ્રવેશવા માટે પોતાની ખૂંધ થોડી નીચી કરવી પડી હતી. બાકી એ સિવાય એને સ્ટોરમાં ફરવાની જબરી મજા પડી ગઇ હતી. સ્ટોરના કર્મચારીઓ પણ આ અજીબોગરીબ મહેમાનને શોપમાં મજાથી ટહેલતા જોઇને અચંબિત થઇ ગયા હતા.

(3:50 pm IST)