Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

હેલ્થ ટ્રીટમેન્ટ તરીકે વધી રહી છે ક્રૂડ ઓઇલ બાથની બોલબાલા

લંડન તા. ૧૩: આમ તો સ્વાસ્થ્ય જાળવવા માટે અનેક સાચા-ખોટા ટ્રેન્ડ્સ આએ દિન આવતા-જતા રહે છે. જોકે અઝરબૈજાનમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફૂડ ઓઇલની મદદથી સારવાર થઇ રહી છે. નેફટલેન શહેરમાં ખાસ ફૂડ ઓઇલ બાથ દ્વારા સારવાર કરતું એક હેલ્થ સેન્ટર ખુલ્યું છે. આ સેન્ટરમાં દરદીને બાથટબીન અંદર ફૂડ ઓઇલમાં ૧૦ મિનિટ સુધી બેસાડી રાખવામાં આવે છે. ઓઇલ બોડીના તાપમાન કરતાં થોડું વધુ હોય છે એટલે આખા શરીરે લિટરલી તાપ અને શેક થતો હોય એવું લાગે. એ પછી ચીકણું એન્જિન ઓઇલ ત્વચા પરથી દૂર કરવા માટે પણ ખાસ નાહવાની પ્રક્રિયા થાય છે. જે ક્રૂડ ઓઇલની સ્મેલથી ઉબકા આવી જાય અને એન્જિન સાફ કરતાં સહેજ હાથે લાગી ગયું હોય તોય ચીતરી ચડી જાય એવા ઓઇલનો ગળાડૂબ બાથ આપવામાં આવે છે. આ હેલ્થ સેન્ટરનો દાવો છે કે તેમને ત્યાં દુનિયાભરમાંથી લોકો સારવાર માટે આવે છે. રશિયા અને યુરોપિયન દેશોમાં આ પ્રકારની ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

(3:49 pm IST)