Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

સીરિયામાં લેબનાની દૂતાવાસ નજીક વિસ્ફોટ: બે લોકોના મૃત્યુ: 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: સીરિયાના દમિશ્કમાં લેબનાનના દૂતાવાસ નજીક હુમલામાં બે લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે તેમજ અન્ય 6ને ગંભરી રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વેસ્ટર્ન મેજ્જેહમાં  લેબનાનના દૂતાવાસ નજીક એક બિલ્ડિંગને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે લોકોના મૃત્યુ થયા છે. તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:23 pm IST)