Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી: હાઇકોર્ટને નક્કી કરવા પડ્યા દૂધના ભાવ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી દીધી છે રોજ બરોજના જીવનમાં ઉપયોગમાં લેવાતા શાકભાજીથી લઈને દૂધના ભાવ આકાશને અડી ગયા છે. પરિસ્થિતિ એટલી બધી ગંભીર થઇ રહી છે કે આ  વધતા ભાવને રોકવા માટે પાકિસ્તાનમાં હાઇકોર્ટને તેમાં દખલગીરી કરવાની નોબત આવી પડી છે.

               મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સિંઘ  હાઇકોર્ટે જણાવ્યું છે કે હવે કરાંચીમાં 94 રૂપિયા પ્રતિ લિટરના હિસાબથી દૂધ વેચવામાં આવશે અને હાઇકોર્ટે એ પણ જણાવ્યું છે કે જે લોકો આ નક્કી કરેલ રકમથી વધારે રકમમાં દૂધ વેચશે તો તેમના પર યોગ્ય કાર્યવાહી ચલાવીને દંડ ફટકારવામાં આવશે.

(6:20 pm IST)