Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

બોલિવિયામાં 30 ચૂંટણી અધિકારીઓની ધરપકડ

નવી દિલ્હી: બોલિવિયામાં ગઈ 20 ઓક્ટોબરના રોજ થયેલ ચૂંટણી પછી તપાસ દરમ્યાન લગભગ 30 ચૂંટણી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા આ વાતની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. તેમને વધુમાં જણાવ્યું છે કે ચૂંટણી અધિકારી સહીત કુલ 34 લોકોની અત્યારસુધીમાં ધરપકડ કરવામાં આવી છે.

                   ઉલ્લેખનીય છે કે બોલિવિયામાં ઓકોટોબરમાં ચૂંટણી કરવામાં આવી હતી અને અધિકારીક ચૂંટણીના નિર્ણય મુજબ મોરાલેસ પ્રથમ રાઉંડમાં વિજયી  રહ્યા હતા પરંતુ ત્યાંના વિપક્ષી દળના નેતા કાર્લોસ મેસાએ મોરાલેસ પર ચૂંટણીમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો અને આ નિર્ણયને માનવા માટેની મનાઈ કરી દીધી હતી.

(6:18 pm IST)