Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ગાઝામાં ઇઝરાયેલ સેનાના હુમલામાં એકનું મોત: 100થી વધુ ઘાયલ

નવી દિલ્હી: ગાઝામાં એક દસકા જૂની ઘેરાબંધી પૂર્ણ કરવા માટે સીમા દ્વારા જોડાયેલ પ્રદર્શનકારીઓ ભીડ પર ઇઝરાયેલ સેનાએ ગોળીબારી કરતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જયારે અન્ય 176ને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે કે શુક્રવારના રોજ ઇઝરાયેલ તરફથી થયેલ ગોળીબારીમાં 40 વર્ષીય એક પ્રદર્શનકારીનું મોત  નીપજ્યું છે.

(6:33 pm IST)
  • IPL 2018 : હાઈસ્કોરિંગ મેચમાં KKRએ પંજાબને 31 રને હરાવ્યું : ત સાથે ત્રીજા સ્થાને પહોંચી KKR : 247 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી પંજાબના ઓપનર્સે પણ તોફાની શરૂઆત કરતા 5 ઓવરમાં જ 50 રન બનાવી દીધા હતા. જોકે, બાદમાં વધતા જતા રનરેટના દબાણ વચ્ચે પંજાબે સતત વિકેટો ગુમાવી. રાહુલે 66 અને અશ્વિને 45 રન ફટકારી પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો પણ 20 ઓવરના અંતે પંજાબ 8 વિકેટે 214 રન જ બનાવી શકી અને 31 રનથી મેચ ગુમાવી access_time 10:08 pm IST

  • હિમેશ રેશમિયાએ ટીવી એક્ટ્રેસ સોનિયા કપૂરની સાથે ગૂપચૂપ રીતે લગ્ન કર્યા બાદ તેમણે, 11મેના રોજ રિસેપ્શન પાર્ટી આપી હતી. તો આજે બંનેના લગ્ન બાદ પહેલી તસવીર સામે આવી હતી. આ તસવીરને ખુદ હિમેશ રેશમિયાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. access_time 8:14 pm IST

  • કેલિફોર્નિયાની એક હાઈસ્કૂલમાં ફાયરિંગ :એક યુવકને લાગી ગોળી :પોલીસે એક શંકસ્સ્પદની અટકાયત કરી :લોસ એન્જલિસ કાઉન્ટરી શેરિફે તેના ટ્વીટર પર શંકાસ્પદને 'સ્પેનનો રહેવાવાળો કિશોર 'જણાવ્યો છે :જોકે હજુ ઓળખ થઇ નથી :કેલિફોર્નિયાના હાઇલૅન્ડ હાઈસ્કૂલમાં ઘટનાસ્થળેથી એક બંદૂક જપ્ત કરાઈ છે ;આ સ્કૂલ લોસ એન્જલિસથી 97 કી,મી,દૂર છે access_time 1:45 am IST