Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

બપોરે થોડા સમય માટે સૂવાથી ઓછો થાય છે હાર્ટ-અટેકનો ખતરો

નવી દિલ્હી તા.૧૦: લોકોમાં એ વાતે શંકા હોય છે કે બપોરે સૂઇ જવાનું સારૃં કે ખરાબ? પણ અમેરિકામાં પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના સાઇકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે બપોરે લેવામાં આવતી ઊંઘ શરીર માટે સારી છે. બપોરે ભોજન કર્યા બાદ માત્ર ૧૫ થી ૩૦ મિનિટ સુધી હળવી ઊંઘ લેવામાં આવે તો એનાથી વ્યકિતના ઓવરઓલ પર્ફાર્મન્સમાં સુધારે થાય છે. બપોરની ઊંઘથી ઇમ્યુનિટી વધે છે અને હાર્ટની બીમારી થવાનો ખતરો ટળે છે. જે લોકો માનસિક રીતે થાકેલા હોય તેઓ બપોરે ૯ મિનિટ સુધીની ઊંઘ લઇ શકે છે. પણ આવા લોકોએ અધકચરી ઊંઘમાંથી ઊઠી જવાની જરૂર નથી, એના કારણે શરીરને થાક લાગે છે. રિસર્ચરોના કહેવા મુજબ વર્કઆઉટ કરીને તૂરંત સૂવાની જરૂરી નથી. વર્કઆઉટ કર્યા બાદ મગજ ઝડપથી કામ કરે છે, એથી ઊંઘવામાં તકલીફ પડે છે. આથી વર્કઆઉટ બાદ કમસે કમ બે કલાક બાદ ઊંઘવાનો પ્રયાસ કરવો જોઇએ. ઘણા લોકોનું શરીર દિવસ-રાતની સાઇકલને ફોલો કરે છે અને તેમને બપોરે ઊંઘવાની જરૂર પડતી નથી.

(11:21 am IST)