Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

પર્યટન માટે સૌથી સર્વશ્રેષ્ઠ દેશ છે સ્પેન: 140 દેશોની યાદીમાં ફ્રાંસ છે બીજા સ્થાને: જર્મનીનું સ્થાન થયું ત્રીજું

નવી દિલ્હી: જો તમે હરવા ફરવાના શોખીન છો તો દુનિયામાં ફેલાયેલ પ્રકૃતિના સૌંદર્યને ખુબજ નજીકથી જોવા ઇચ્છતા હો તો આપના માટે એક ખુબજ મહત્વના સમાચાર છે. યુરોપના આ દેશમાં ચાર હજાર કિલોમીટરથી વધારે વિસ્તારમાં ફેલાયેલ સમુદ્ર તટ અને યુનેસ્કોના 48 વિશ્વ ધરાહારોમાં દુનિયાનો દબદબો જોવા મળી રહ્યો છે આ યાદીમાં સ્પેન પર્યટનનું સૌથી મહત્વનું અને જોવા જેવું સ્થળ છે.

       મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્પેનને પર્યટન  માટે દુનિયાનો સૌથી સારો દેશ ઘોષિત કરવામાં આવ્યો છે. સ્વિત્ઝરલેન્ડ સહિત ડબ્લ્યુએફઈની 2019 માટે યાત્રા અને પર્યટન પ્રતિસ્પર્ધી રિપોર્ટ મુજબ સ્પેનનો પડોશી દેશ ફ્રાંસ આ યાદીમાં બીજા સ્થાન પર હોવાનું માલુમ પડી રહ્યું છે.   

(5:28 pm IST)