Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ચીની સમર્થકે હોંગકોંગમાં પ્રદર્શનકારી નેતાનો કાન ચાવી નાખ્યો

હોંગકોંગમાં એક મોલની બાહર ચાલી રહેલ પ્રદર્શન દરમિયાન એક વ્યકિતએ લોકો ઉપર ચાકુથી હુમલો કરી દીધો હતો. હુમલાખોરે ચીન સમર્થનમાં નારે બાજી કરતા લોકતંત્ર સમર્થક નેતા એન્ડ્રયુ ચિઉનો કાન ચાવી લીધો હતો. બાદમાં પ્રદશનકારીઓએ તેને પીટી નાખ્યો હતો. હુમલામાં ઘાયલ ૫ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમા એક ગંભીર છે.

(3:34 pm IST)