Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

સુરતના સચિનથી પગપાળા નીકળેલા ૧૫ વ્યક્તિઓ રાજપીપળા પહોંચ્યા :વતન મોકલવા તજવીજ કરાઈ

સુરત સચિન ખાતે દોરા ના કારખાનામાં કામ કરતા ૧૫ જેટલા કારીગરો લોકડાઉનના કારણે પોતાના વતન યુ.પી જવા પગપાળા નીકળ્યા: રાજપીપળા આવી પહોંચતા સેવાભાવી લોકો મદદરૂપ બન્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સુરતના સચિન ખાતે દોરાના કારખાનામાં કામ કરતા કેટલાક કારીગરો હાલ લોકડાઉનમાં કામગીરી બંધ હોય અને વાહન વ્યવહાર પણ બંધ છે ત્યારે પોતાના વતન એમપી કેવી રીતે પહોંચવું એ મૂંઝવણમાં હોય આખરે કોઈ રસ્તો ન મળતા સોમવારે સવારે સચિનથી આ ૧૫ જેટલા વ્યક્તિઓ પગપાળા નીકળી પડ્યા જે મંગળવારે સાંજે રાજપીપળા આવી પહોંચતા કેટલાક સેવાભાવી લોકોએ તેમની પડખે આવી તમામને ભોજન કરાવી યુ.પી પહોંચાડવા તજવીજ હાથ ધરી હતી.

 રાજપીપળા નગર પાલિકા માજી પ્રમુખ અને વર્તમાન સદસ્ય મહેશભાઈ વસાવા એ જણાવ્યું કે આ ૧૫ લોકો ની આપવીતી હૃદય કંપાવે તેવી લાગી કેમકે તેમના જણાવ્યા મુજબ તમામ સચિન સ્પીનિંગ મિલમાં કામ કરે છે હાલ લોકડાઉન,વાહનો બંધ,કામકાજ બંધ હોય તેમને જમવા રહેવા સહિતની તકલીફો હતી જેથી તેઓ બે દિવસ પહેલા પગપાળા સુરત થી વડોદરા પહોંચ્યા ત્યાં લોકડાઉનમાં પોલીસે અટકાવી પરત સુરત મોકલ્યા પરંતુ સુરત માં ભારે તકલીફ હોય આ તમામ ફરી ગઈકાલે રેલવે ટ્રેક પર ચાલતા રાજપીપળા આવી પહોંચ્યા ત્યાં મેં તેમજ અન્ય સેવાભાવી વ્યક્તિઓએ તેમને ભોજન કરાવી યુપી મોકલવા તંત્ર ની મદદ થી કોઈ વ્યવસ્થા કરવા તજવીજ હાથ ધરી છે.

(10:34 pm IST)