Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

મહેમદાવાદ તાલુકાની વરસોલા ચોકડી નજીક નજીવી બાબતે ગ્રાહક-દુકાન મલિક વચ્ચે હાથાપાઈ:સામસામે હુમલામાં 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહેમદાવાદ: તાલુકાના વરસોલા ચોકડી નજીક આવેલ એક કરિયાણાની દુકાનના માલિક અને ગ્રાહક વચ્ચે તકરાર થઈ હતી. સામાન્ય પ્રશ્ને થયેલી તકરાર ઉગ્ર બનતાં બંને પક્ષો ડંડા લઈ સામસામે આવી ગયાં હતાં. જેમાં બંને પક્ષોના મળી કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવ અંગે મહેમદાવાદ પોલીસે બંને પક્ષોની ફરીયાદ લઈ કુલ વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના વરસોલામાં આવેલ ગઢવી ફળીયામાં રહેતાં ધવલભાઈ ઈશ્વરદાન ગઢવી વરસોલા ચોકડી ખાતે કરિયાણાની દુકાન ધરાવે છે. ગતરોજ સાંજના સમયે તેઓ દુકાને હાજર હતાં ત્યારે ચોકડી નજીક આવેલ એક ખેતરમાં રહેતો લોટીયો ગોતાભાઈ ચૌહાણ તમાકુ તેમજ ગુટખા લેવા માટે ધવલભાઈની દુકાને આવ્યો હતો. જો કે તેમની દુકાનમાં માંગેલ તમાકુ કે ગુટખા હોવાથી દારૃ પીને આવેલ લોટીયાએ દુકાનમાલિક ધવલભાઈ સાથે ઝઘડો કર્યો હતો. જેથી ધવલભાઈએ હાથ પકડી લોટીયાને દુકાનમાંથી બહાર કાઢયો હતો. તે વખતે લોટીયો જમીન પર પટકાયો હતો. જેથી લોટીયાનું ઉપરાણું લઈ પ્રવિણભાઈ ગોતાભાઈ ચૌહાણ, રમેશભાઈ પ્રવિણભાઈ ચૌહાણ, મુકેશભાઈ પ્રવિણભાઈ ચૌહાણ અને રમેશભાઈ મોહનભાઈ ચૌહાણ હાથમાં ડંડા લઈ ત્યાં આવી ચડયાં હતાં. અને દુકાનમાલિક ધવલભાઈ અને તેમના પિતા ઈશ્વરદાન ગઢવી પર ડંડાથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

(5:54 pm IST)