Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

સુરતના વરાછામાં કરિયાણાની દુકાન પર બેસી સામે રહેતી યુવતીને બીભત્સ ઈશારા કરી પરેશાન કરનાર 3 નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા

સુરત:લોકડાઉન હોવા છતાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઘરમનગર સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી કરિયાણાની દુકાન ઉપર બેસી સામે રહેતી યુવતીને બિભત્સ ઈશારા કરતા ત્રણ યુવાને ગત સાંજે ઠપકો આપનાર યુવતીના પિતા ઉપર પણ હુમલો કર્યો હતો. અંગે યુવતીએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા વરાછા પોલીસે ત્રણેય યુવાનની ધરપકડ કરી હતી જયારે તેમની સાથે યુવતીના પિતા ઉપર હુમલો કરનાર આધેડ ભાગી છૂટતા તેની શોધખોળ આદરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં વરાછા અશ્વનીકુમાર રોડ ધરમનગર સોસાયટી ઘર.નં-/16 માં રહેતા વિક્રમભાઇ ગોગનભાઈ મેસીયાની 20 વર્ષીય પુત્રી નેન્સી અમરેલી ખાતે બીસીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પરંતુ લોકડાઉન જાહેર થતા કોલેજમાં રજા હોય તે સુરત માતાપિતા સાથે રહેવા આવી ગઈ હતી.

(5:48 pm IST)