Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

સુરતના રીક્ષા ચાલકે માનવતા બતાવી: ચાલી ન શકતા દર્દીઓને વિનામૂલ્યે દવાખાનેથી ઘરે પહોંચાડશે

સુરત:પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં લોક ડાઉન ડીજે વાહન વ્યવહાર બંધ હોવાથી મોટાભાગના દર્દી સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં કે અન્ય વાહનોમા નવી સિવિલ હોસ્પિટલમા આવે છે જેમાં ઘણા દર્દીઓને જુદી જુદી ઓપીડીમાં સારવાર લઇ ઘરે જાય છે જેમાં એવા પણ દર્દી હોય છે કે તેને પગમાં ફેકચર હોય કે ઈજાના લીધે ચાલી શકતા હોય કે અન્ય તકલીફને લીધે ચાલવામાં તકલીફ પડતી હોય સહિતના વધુ તકલીફ વાળા ઓપીડીના દર્દીઓને હાલત કફોડી થતી હોય છે. જોકે સુરત શહેરના દર્દીઓને ઘરે જવા માટે તકલીફ પડે તે માટે નવી સિવિલ તંત્ર દ્વારા લોકડાઉન દરમિયાન વાહન વ્યવહાર બંધ હોવાથી એમ્બુલન્સ સુવિધા શરૂ કરવામાં આવી છે.

મહત્વની વાત તો છે કે ગોપીપુરામા મોમનાવાદમાં રહેતા 52 વર્ષીય શેખ ખલીલ શેખ નબી અગાઉ સરદાર માર્કેટમાં ટામેટાના ધંધો કરતા હતા પણ મંદીના કારણે તેમણે ઘંઘો બંધ કરવાની નોબત આવી હતી જેથી બે માસ પહેલા તેમણે પરિવારનું ભરણપોષણ કરવા માટે રીક્ષા લઇ મારવાનું શરૂ કર્યું છે. એટલું નહીં પણ તે અને તેમના મિત્રો સેવાભાવી હોવાથી અન્ય વ્યક્તિઓને કફન દવા અનાજ કરિયાણાના સહિતની વસ્તુઓની મદદ કરે છે જોકે હાલમાં શહેરમા લોક ડાઉન હોવાથી વાહન વ્યવહાર બંધ છે જેથી સિવિલમાં આવતા ગરીબ દર્દીઓને ઘરે જવાની હાલાકી પડતી હોય છે જેથી તેમણે સિવિલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે તેમના ઘરે છોડવા જવા માટે સરકારી તંત્ર પાસે મંજૂરી મેળવી છે જોકે તેમણે અત્યાર સુધીમાં 50 જેટલા દર્દીઓને સિવિલ થી દર્દીઓને તેમના ઘરે છોડી આવ્યા હતા જોકે તેમણે દિવસ દરમિયાન દર્દીઓને વિનામૂલ્યે ઘરે મૂકીને માનવ મહેકાવી છે.

(5:48 pm IST)