Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

વડોદરામાં કોરોનાએ કરી પીછેહઠ:બે દિવસમાં લેવામાં આવેલ તમામ 28 સેમ્પલ નેગેટિવ આવતા લોકોએ રાહતના શ્વાસ લીધા

વડોદરા:દેશમાં એક તરફ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે ત્યારે વડોદરામાં આશ્ચર્યજનક રીતે કોરોનાની પીછેહટ જોવા મળી રહી છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પર સ્થિર છે. બીજી બાજુ છેલ્લા બે દિવસમાં ૨૮ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

એસએસજી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી ૩ને સાજા જાહેર કરાયા છે અને તેમને ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવશે એટલે એસએસજી હોસ્પિટલમાં હવે અને ગોત્રી હોસ્પિટલમાં મળીને કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા રહેશે.

ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ૨૮ દિવસથી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેલા ,૩૦૨ લોકોને આજે ક્વોરેન્ટાઇન મુક્ત કરી દેવામાં આવ્યા હતા તેમના ઘર બહાર ક્વોરેન્ટાઇનના પોસ્ટર હટાવી દેવામાં આવ્યા છે. તેમ છતાં ૧૪ અથવા તેથી વધુ દિવસથી ક્વોરેન્ટાઇન હેઠળ એવા ,૯૭૫ લોકો હજુ પણ હોમ ક્વોરેન્ટાઇનમાં છે તેમને પણ નજીકના ભવિષ્યમાં મુક્ત કરાશે.

(5:47 pm IST)