Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

પાટણ પંથકની નાની બાળાએ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી સોશ્યલ મીડિયામાં છવાઇ

પાટણ: હાલ સર્વત્ર કોરોના કોરોનાને કહેર છે. કોરોનાથી બચવાનો એક જ ઈલાજ છે સોશિયલ ડિસ્ટન્સિંગ. બહાર ની નીકળવાની સલાહ વારંવાર તંત્ર દ્વાર આપવામાં આવે છે. છતા લોકો તેને ગણકારતા નથી. બિન્દાસ્ત લોકો લોકડાઉનમાં બહાર નીકળી રહ્યાં છે. આવામાં હવે નાના બાળકો પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લોકોને અપીલ કરતા નજરે આવી રહ્યાં છે. આવામાં ગુજરાતની એક નાનકડી દીકરીએ સોશિયલ મીડિયા પર ચોટદાર અપીલ કરી છે.

આ નાનકડી બાળકી કોરોનાથી બચવા લોકોને પોતાની મીઠડી ભાષામાં અપીલ કરી રહી છે. તેણે લોકોને અપીલ કરી કે, 10 વાર હાથ ધોવાના. ઘસી ઘસીને હાથ ધોવ. બહાર નીકળવાનું નહિ. ખેતી માટે પણ નીકળવાનું નહિ. લુડો રમો, ગેમ રમી શકો, ટીવી જોઈ શકો. સમાચાર જોઈ બનાવી શકો. ઘણું બધું કરી શકો પણ ઘરમાં કરી શકો, બહાર કાઈ જતા નહીં કરતા. પોલીસની રક્ષા કરવાની મદદ કરવાની. નરેન્દ્ર સાહેબ આપણી રક્ષા કરે છે. ચીનવાળા સસલા શેકેલા એવું ખાય છે એટલે આ બધું કોરોના વાયરસ આવે છે. જય માતા જી.....

હાલ આ નાનકડી ટબુડીનો વીડિયો વાયરલ થયો છ. લોકો તેને પસંદ કરીને શેર કરી રહ્યાં છો. જોકે, આ વીડિયો પાટણના હારીજની બાળકીનો હોય તેવું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સામે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં વીડિયો દ્વારા લોકો મેસેજ આપી રહ્યાં છે. આવામાં આવા વીડિયો અસર પણ કરી રહ્યાં છે. તેમાં પણ બાળકોના વીડિયોની ઈમ્પેક્ટ વધુ સારી રહી પડી રહી છે.

(4:22 pm IST)