Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોના કહેર વચ્ચે નડિયાદમાંથી ગરીબો માટેના અનાજને બજારમાં વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું

પોલીસે ટેમ્પો ચાલક સાથે ગોડાઉનના માલિક સહિત ત્રણની અટકાયત કરી

નડિયાદ : કોરોના વાયરસને સામેની લડાઇમાં પોલીસ અને આરોગ્યની સાથે વહીવટી તંત્ર વિભાગ દ્વારા રાત-દિવસ કામ કરાઈ રહ્યું છે . ત્યારે કેટલાંક લોકો દ્વારા આ સમયનો આર્થિક લાભ લેવાના પગલે માનવતાને લજવાનું કામ કર્યું છે

કોરોના વાયરસને લઇને લોકડાઉનના પગલે તંત્ર દ્વારા લોકોને ઘરે રહેવા અપીલ કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ તંત્ર તેમજ સ્વૈચ્છિક સંસ્થાની સાથે અન્ય લોકો ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરી રહ્યાં છે. ગરીબ લોકો સુધી અનાજ, જમવાની કીટ પહોંચાડવામાં આવી રહી છે.

ત્યારે રાજ્યના નડીયાદ ખાતે પોલીસના ચેકિંગ દરમિયાન એક ટેમ્પમાંથી ઘઉં અને ચોખાનો જથ્થો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જો કે પોલીસ આ અંગે કડક પૂછપરછ હાથ ધરી હતી.

 પોલીસની કડક કાર્યવાહીના પગલે નડીયાદના સરકારી ગોડાઉનમાંથી ગરીબો માટેના અનાજને લાવી તેને બ્રાન્ડેડ થેલીઓમાં પેક કરી બજારોમાં વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું છે.

આમ એક તરફ જ્યાં ગરીબોને લોકડાઉનના પગલે અનાજ અને જીવનજરૂરિયાતની વસ્તુઓ પહોંચડવામાં આવી રહી છે ત્યારે કેટલાંક લોકો આ સમયનો આર્થિક લાભ સાથે માનવતાને શર્માશર કરી રહ્યાં છે. નડીયાદ પોલીસે ટેમ્પો ચાલક સાથે ગોડાઉનના માલિક સહિત ત્રણ લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:12 pm IST)