Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબે પ્રોટેક્ટિવ કીટને લઈને ઉઠાવ્યા સવાલ

અમદાવાદ સિવિલની પણ એવી જ હાલત : તબીબે લખ્યું ,અમને કોઈ સ્પેશિયલ પ્રોટેક્ટિવ ગિયર અપાયા નથી . બેઝીન પમ નથી, જેથી સતત હાથ ધોઈ શકીએ

અમદાવાદ : કોરોના વાયરસે રાજ્યમાં કહેર વર્તાવ્યો છે ત્યારે આ મહામારીના સમયમાં દરેક વ્યક્તિએ સેફ્ટી રાખવી અત્યંત જરૂરી છે. પછી કે સમાન્ય નાગરિક હોય, તબીબ હોય કે પછી પોલીસ હોય. આવામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કામ કરતી એક તબીબે પોતાની સેફ્ટીના સવાલ ઉઠાવ્યા છે. કોરોના સામેની પ્રોટેક્ટિવવ કીટને લઈને આ તબીબે સવાલ ઉઠાવ્યા છે

કોરોના વોર્ડમાં કામ કરી રહેલા તબીબી સ્ટાફ માટે સ્પેશિયલ પ્રોટેકટિવ કીટ જરૂરી છે. જો તે ન હોય તો તબીબી સ્ટાફ પર કોરોના થવાનું જોખમ વધી જાય છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ આ જ પ્રકારની સ્થિતિને લઈને સવાલ ઉઠ્યા છે. ડો.તારિની જોહરી નામની મહિલા તબીબે ટ્વિટર પર ટ્વિટ કરી છે કે, આજે કોરોના ઓપીડીમાં કામ કર્યું. અહી અમને કોઈ સ્પેશિયલ પ્રોટેક્ટિવ ગિયર આપવામાં આવ્યા નથી. બેઝીન પમ નથી, જેથી સતત હાથ ધોઈ શકીએ. હું ફક્ત એટલી જ આશા રાથખું છું કે કોઈ મારા ચહેરા પર છીંકે નહિ.

આમ, જીવ જોખમમાં મૂકીને હાલ રાજ્યભરમાં અનેક તબીબો કોરોના દર્દીઓની સારવારમાં જોતરાયા છે. પરંતુ જો તેમને કોઈ સુવિધા ન મળે તો તેમના જીવને મોટું જોખમ થઈ રહે છે. કોરોના દર્દીઓની સારવાર કરતા સમયે ચેપ લાગ્યો હોય તેવા અનેક દાખલા હાલ વિશ્વભરમાં આપણી નજર સામે છે. આવામાં સિવિલના દર્દીઓની પણ કાળજી જરૂરી છે.

(12:57 pm IST)