Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોના કહેર વચ્ચે મહેસાણા જિલ્લામાં ત્રણ શંકાસ્પદ કેસ : આઇસોલેશન વોર્ડમાં ખસેડાયાં

ઊંઝાના યુવકની દુબઈ ટ્રાવેલ હિસ્ટ્રી : કડીનો યુવાન મુંબઈથી આવ્યો હતો પરત : ઉંઝાના સ્થાનીક વૃદ્ધમાં દેખાયા લક્ષણો

મહેસાણા : મહેસાણામાંતી કોરોના વાયરસના 3 શંકાસ્પદ કેસ નોંધાયાનો મામલો સામે આવ્યો છે. આ ત્રણ વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણ દેખાતાં ત્રણેયને આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યાં છે.

  એક અહેવાલ મુજબ અત્યાર સુધીમાં મહેસાણામાંથી એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે ત્યારે આ ત્રણ શંકાસ્પદ કેસ સામે આવતાં હાલમાં ત્રણેયને આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યાં છે.

 એક પ્રાપ્ત વિગત અનુસાર આ ત્રણેય વ્યકિતમાં એક ઊંઝાનો યુવક છે. આ યુવકની દુબઇ ટ્રાવેલ હિસ્ટ્રી છે જેને લઇને તેનામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યાં છે. જ્યારે બીજા કેસમાં આ યુવાન કડીનો છે. જે હાલમાં જ મુંબઇથી પરત આવ્યો હોવાનું જાણવા મળેલ છે. જ્યારે ત્રીજો શંકાસ્પદ કેસ ઉંઝાનો છે. જેમાં એક સ્થાનિક વૃદ્ધમાં આ લક્ષણો દેખાયાં છે.

કોરોનોના વાયરસના ગુજરાતમાં અત્યાર સુધી 71 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી 6 લોકોના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 23 કેસ નોંધાયા છે. ગાંધીનગર, સુરત, વડોદરામાં 9-9 કેસ નોંધાયાં છે, જ્યારે રાજકોટમાં 10, ભાવનગરમાં 6 અને ગીર-સોમનાથમાં 2 કેસ, પોરબંદર, કચ્છ અને મહેસાણામાં 1-1 કેસ નોંધાયો છે.

(10:08 am IST)