Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કડીમાં લોકડાઉનનો લાભ લઇ લોકો પાસેથી પૈસાની વસુલાત: કરીયાણામાં કાળા બજાર થતું હોવાનું સામે આવ્યું

કડી:કોરોના વાયરસને પગલે કડી સહિત સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે લોકોને રોજીંદી ચીજવસ્તુઓના ભાવ આસમાને ચડી જતા ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા આનો ઉકેલ સત્વરે લાવવો જોઇએ તેવું લોકોનું માનવું છે.

કડી શહેરમાં લોકડાઉનના લીધે ગણ્યા ગાંઠયા કીરાણા દુકાનદારો માલનું ખરીદ વેચાણ કરી રહ્યા છે. ત્યારે દુકાનદારો દ્વારા માનવતા નેવે મુકી છડેચોક લોકોને લુંટી રહ્યા હોવાથી કેટલીય જગ્યાએ દુકાનદાર અને ગ્રાહકો સાથે ઘર્ષણના મામલા સામે આવ્યા છે. સરકારના આદેશ મુજબ નિયત સમયમાં કરીયાણાની દુકાનો તેમજ દુધદહીં અને છાછ વેચતી ડેરી પાર્લર અને શાકભાજીની દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે. તેથી લોકો ચીજવસ્તુઓ ખરીદવા ભારે દોડધામ કરી રહ્યા છે. પરંતુ દુકાનદારો માલસામાન નીઅછતનું મસમોટું બહાનું બતાવી માનવતા ને નેવે મુકી ચીજવસ્તુઓના નિયત ભાવ કરતા ડબલ ભાવ લઇ રોકડી કરતા જોવા મળી રહ્યા છે. અંગે એક દુકાનદાર સાથે વાત કરતા દુકાનદારે માલસામાન ની અછત હોવાની વાત કરી ચીજવસ્તુઓ ના ભાવ બમણાં લેવામાં આવી રહ્યા હોવાની વાત નો સ્વીકાર કર્યો હતો.

(5:40 pm IST)
  • અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા ઉપર તાજેતરમાં જે ત્રાસવાદીએ સુસાઇડ એટેક કર્યો તે ભારતના કેરળ રાજ્યનો હતો,તેને ત્રાસવાદી સંગઠન આઈએસ દ્વારા ભરતી કરવામાં આવેલ અને તેનું નામ મુહઈન અબુ ખાલિદ અલ હિન્દી હતું access_time 12:42 am IST

  • સ્પેનમાં 64,000 કોરોના પોઝિટિવ કેસો : 5,000 ના મોત : 9,357 લોકો સાજા થયા access_time 12:25 am IST

  • દોઢ લાખ કંપનીના કર્મચારીઓ ઘરે બેસીને કામ કરે છે : દેશની ૧.૪૦ લાખ કંપનીઓએ તેમના કર્મચારીઓને ઘેર બેસી કામ કરવા મંજૂરી આપી છે, જેથી કોરોનાના ફેલાવવાને અટકાવી શકાય તેવી આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે access_time 3:54 pm IST