ગુજરાત
News of Saturday, 28th March 2020

કડીમાં લોકડાઉનનો લાભ લઇ લોકો પાસેથી પૈસાની વસુલાત: કરીયાણામાં કાળા બજાર થતું હોવાનું સામે આવ્યું

કડી:કોરોના વાયરસને પગલે કડી સહિત સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે લોકોને રોજીંદી ચીજવસ્તુઓના ભાવ આસમાને ચડી જતા ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા આનો ઉકેલ સત્વરે લાવવો જોઇએ તેવું લોકોનું માનવું છે.

કડી શહેરમાં લોકડાઉનના લીધે ગણ્યા ગાંઠયા કીરાણા દુકાનદારો માલનું ખરીદ વેચાણ કરી રહ્યા છે. ત્યારે દુકાનદારો દ્વારા માનવતા નેવે મુકી છડેચોક લોકોને લુંટી રહ્યા હોવાથી કેટલીય જગ્યાએ દુકાનદાર અને ગ્રાહકો સાથે ઘર્ષણના મામલા સામે આવ્યા છે. સરકારના આદેશ મુજબ નિયત સમયમાં કરીયાણાની દુકાનો તેમજ દુધદહીં અને છાછ વેચતી ડેરી પાર્લર અને શાકભાજીની દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે. તેથી લોકો ચીજવસ્તુઓ ખરીદવા ભારે દોડધામ કરી રહ્યા છે. પરંતુ દુકાનદારો માલસામાન નીઅછતનું મસમોટું બહાનું બતાવી માનવતા ને નેવે મુકી ચીજવસ્તુઓના નિયત ભાવ કરતા ડબલ ભાવ લઇ રોકડી કરતા જોવા મળી રહ્યા છે. અંગે એક દુકાનદાર સાથે વાત કરતા દુકાનદારે માલસામાન ની અછત હોવાની વાત કરી ચીજવસ્તુઓ ના ભાવ બમણાં લેવામાં આવી રહ્યા હોવાની વાત નો સ્વીકાર કર્યો હતો.

(5:40 pm IST)