Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

રસેલા ગામમાં લગ્નમાં જવા બાબતે બોલાચાલી થતા કાકા એ ભત્રીજા પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકના રસેલા ગામમાં લગ્નમાં જવા જેવી નજીવી બાબતે માથાકૂટ થતા કાકા એ ભત્રીજા ને ચપ્પુ મારી જીવલેણ હુમલો કરતા ગુનો દાખલ થયો છે.
  પ્રાપ્ત માહિતી મુજબ કૃષ્ણભાઇ જીવણભાઇ વસાવા રહે.રસેલા ની ફરિયાદ અનુસાર તેઓ કનુભાઇ અમરા ભાઇ વસાવા રહે રસેલા ના દિકરા ના લગ્ન હોય જેથી તેમના ઘરે ગયેલા જેથી કનુભાઈબાઈવકુષણભાઇ ને જણાવેલ કે તારે મારા ઘરે આવવુ નહી મારા દિકરા નુ લગ્ન હુ સાચવી લઇસ તું અહીયાથી જતો રહે તેમ કહેતા તે એકદમ ઉશ્કેરાઇ જઇ કૃષ્ણભાઈને ગાળો બોલી તેના પેન્ટ ના ખીસ્સામાંથી એક ધારદાર ચપ્પુ કાઢી મારી નાખવાના ઇરાદે  જીવલેણ હુમલો કરી તેમના પેટની સાઇડમાં મારી ચપ્પુ મારી ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવવાની કોશીશ કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે કનુભાઈ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:11 pm IST)