Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

મહેસાણા શહેર પોલીસે કાચા માઢમાં આવેલ એક મકાનમાં દરોડા પાડી ક્રિકેટ પર સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી કાર્યવાહી હાથ ધરી

મહેસાણા: શહેર અને જિલ્લામાં કોરોના કાળમાં પણ ક્રિકેટ સટ્ટા બેટીંગની પ્રવૃત્તિ આચરનારા સટોડીયા સક્રિય થયા હોવાની પ્રતિતી થઈ રહી છે. વિજાપુરના મણીપુરામાંથી સટોડીયો ઝડપાયો હતો. જેમાં હજુ એક આરોપી નાસતો ફરે છે. ત્યારબાદ પોલીસે મહેસાણામાં બે સ્થળોએથી  ક્રિકેટ સટ્ટા બેટીંગની પ્રવૃત્તિના કેસ કર્યા હતા. દરમિયાન ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી તે વખતે મળેલી બાતમી આધારે મહેસાણા શહેરના કાચા માઢમાં આવેલા એક મકાનમાં રેડ પાડી હતી. અહીં ચેન્નાઈ અને બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચનું ટીવી ઉપર જીવંત પ્રસારણ જોઈને સટ્ટો રમાડી રહેલા ચિરાગ રમેશભાઈ પ્રજાપતિ અને ઓઝા વિરલ છબીલદાસને પકડી લીધા હતા. તેમની પાસેથી ક્રિકેટ સટ્ટા બેટીંગના હારજીતના સોદા લખેલા દસ્તાવેજો મળી આવ્યા હતા. જેથી પોલીસે અહીંથી ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને સાહિત્ય સહિત કુલ રૃા. ૩૫૮૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:37 pm IST)