Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

વડોદરા નજીક નિમેટા ગામે સીટી બસની હડફેટે મોપેડ સવાર વૃદ્ધ શખ્સનું કમકમાટીભર્યું મોત

વડોદરાવડોદરા - આજવા રોડ પર એક સિટિ બસની અડફેટે વૃદ્ધ સ્કૂટર સવારનું ઘટના સ્થળે મોત નિપજયું હતું તેમજ ચાલકને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાયા છે.

અંગેની વિગત એવી છે કે વડોદરા નજીક નિમેટા ગામે છેલ્લા ફળિયામાં રહેતા ૭૦ વર્ષના મનુભાઈ સોમાભાઈ પરમાર તેમના ૬૦ વર્ષના મિત્ર કોયજી ગોરધન રાઠોડીયા (રહે. મણીનગર નિમેટા) બંને મોપેડ પર બેસી નિમેટાથી પારસી પુરા ગામ તરફ જતા હતા ત્યારે આજવા તરફથી પૂરપાટઝડપે આવતી એક સિટિ બસે મોપેડને જોરદાર ટક્કર મારતા મોપેડ પરથી પટકાયેલા મનુભાઈનું ઘટનાસ્થળે કરૃણ મોત નીપજ્યું હતું જ્યારે તેમના મિત્ર કોયજીભાઈને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાયા છે.ગઇ સાંજે થયેલા અકસ્માતના બનાવ બાદ એસટી બસનો ચાલક બસ મૂકીને ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે મૃતકના પુત્ર સંજય પરમારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:36 pm IST)