Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

એક તરફ કોરોનાનો કહેર તો બીજી તરફ અમદાવાદ રિવરફ્રન્ટ પર 108 એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો : ડફનાળા ટર્નિંગ પાસે બાઇક ચાલકને બચાવવા જતા એમ્બ્યુલન્સ ડિવાઇડર પર ચડી ગઇ : તંત્રએ ગણતરીની પળોમાં જ બીજી વ્યવસ્થાની વ્યવસ્થા કરીને દર્દીને બીજી 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડાયા

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે બીજી તરફ 108 એમ્બ્યુલન્સ દિવસ રાત દર્દીઓની સેવામાં લાગેલી છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર 108 એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. ડફનાળા ટર્નિંગ પાસે બાઇક ચાલકને બચાવવા જતા એમ્બ્યુલન્સ ડિવાઇડર પર ચડી ગઇ હતી.

શહેરમાં રિવરફ્રન્ટ પર થયેલા અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન યુનિટ સાથે કોરોનાનો દર્દી હતો. બનાવની જાણ થતા જ તંત્રએ ગણતરીની પળોમાં જ બીજી વ્યવસ્થાની વ્યવસ્થા કરી હતી અને દર્દીને બીજી 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

એમ્બ્યુલન્સની સંખ્યા વધારવામાં આવી છતા પહોચી વળાતુ નથી

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા 108 એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો છે. 108 એમ્બ્યુલન્સમાં વધારો કરવા છતા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોચાડવા માટે લાંબુ વેઇટિંગ ચાલી રહ્યુ છે. જ્યારે એમ્બ્યુલન્સને ફોન કરીએ ત્યારે તેના આવતા 3-4 કલાક જેટલો સમય લાગે છે અને હોસ્પિટલમાં પણ દર્દીને દાખલ કરવા માટે બેડ ખાલી ના હોવાથી 2-3 કલાક સુધી રાહ જોવી પડે છે.

(4:19 pm IST)