Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વિરમગામના જેતાપુરના મહિલાઓ સહિત 500થી વધુ ગ્રામજનોએ આપી હિજરત કરવાની ચીમકી

દલિત મહિલા દ્વારા દલિતો સહિત અન્ય ગ્રામજનો ઉપર એટ્રોસિટી સહિતના ખોટા કેસો કરતા હોય પગલાં લેવા માંગ : આવેદન આપ્યું

 

વિરમગામ તાલુકાના જેતાપુર ગામના મહિલાઓ સહિત 500 થી વધુ ગ્રામજનો દ્વારા વિરમગામ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેકટર અને મામલતદારને જેતાપુર ગામની દલિત મહિલા દ્વારા દલિતો સહિત અન્ય ગ્રામજનો ઉપર એટ્રોસિટી સહિતના ખોટા કેસો કરતા હોય જેની વિરુદ્ધ કાયદેસર પગલાં લેવા અન્યથા ગ્રામજનો દ્વારા હિજરત કરવાની ચેતવણી આવેદન પત્રમાં આપવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર 1986 થી ચંપાબેન ધનાભાઈ મકવાણા દ્વારા કુટુંબીજનો સહિત ગ્રામજનોને એસ્ટ્રોસીટી સહિત ના કેસો કરી પતાવટ માટે તોડ-પાણી કરી પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેમાં વિરમગામ રૂરલ પોલીસના લવજીભાઈ પરમાર, ઓગણ બીટના જમાદાર એસ વાઘેલા,પૂર્વ ધારાસભ્ય સ્વ .પ્રેમજીભાઈ વડલાણી, જેતાપુર ગામના કાળાભાઈ રમુભાઈ તેમજ અન્ય ભરવાડ ગીતાબેન વાઘાભાઈ,કોળી પટેલ કાળુભાઈ ધરમશીભાઈ તેમજ અન્ય, સરપંચ વાલ્મિકી લીલાબેન ચમનભાઈ તેમજ પંચાયતના તમામ સભ્ય,રાજુભાઈ સાદુળભાઈ ભરવાડ, બુધાભાઈ દેવાભાઈ મકવાણા, કોળી પટેલ રમેશભાઈ વેલજીભાઇ, ભીમાભાઇ શીવાભાઈ, નરશી ભાણો કોળી પટેલ, ઘોઘા ગામના ભરવાડ ગોવિંદભાઈ વિરમગામના રસિકભાઈ વાણંદસહિત આજે તાજેતરમાં જેતાપુરના મનસુખભાઈ રઘુભાઈ અને અન્ય ત્રણ પણ ખોટી ફરિયાદ કરેલ છે.

(12:43 am IST)