Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વડોદરાના ગોલ્ડન ચોકડી નજીક દેણા ગામની સીમમાં જુગારધામ ઝડપાયું: 13 શકુનિઓ પકડાયા

રોકડ સહીત 2,68 લાખનો મુદામાલ જપ્ત : પકડાયેલ આરોપીઓ પ્રોહીબીશનમાં પણ પકડાઈ ચુક્યા છે

વડોદરા પોલીસને બાતમીના આધારે ગોલ્ડન ચોકડી નજીક દેણા ગામની સીમમાં જુગારધામ પર દરોડા પાડ્યા હતા આ જુગારધામમાંથી 13 જુગારીઓ ઝડપાયા હતા. પકડાયેલ આરોપીઓ અગાઉ પણ પ્રોહીબિશનના ગુનામાં ઝડપાઈ ચુક્યા છે આ રેડ દરમાયન પોલીસે રોકડ રકમ અને સાધનો મળી 2 લાખ 68 હજાર જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

   વડોદરા શહેર નજીક આવેલા દેણા ગામની સીમમાં ચાલતા જુગરધામ પર તાલુકા પોલીસે દરોડો પાડી જુગરધામ સંચાલક સહિત 13 જેટલા જુગરિયાઓને ઝડપી પાડ્યા હતા. અને રોકડ મળી 2,68,030 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે ઝડપાયેલા જુગરિયાઓમાં વડોદરાના હિસ્ટ્રીસીટર અને તડીપાર આરોપી અજ્જુ કાણીયાની પણ ધરપકડ કરવામાં આવી હતી.   વડોદરા શહેર નજીક તાલુકા પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે, ગોલ્ડન ચોકડી નજીક દેણા ગામની સીમમાં આસીફહુસેન કુરેશી દ્વારા જુગરધામ શરૂ કરવામાં આવ્યું હોવાની બાતમી તાલુકા પોલીસને મળી હતી જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી જુગરધામના સંચાલક આસીફ હુસેન સહિત અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાણિયો મલી 13 જુગારી ને ઝડપી લેવામાં આવ્યા હતા

(9:42 pm IST)