Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

નડિયાદમાં રખડતા ઢોરોનો આતંક: તોફાની ગાયે રાહદારીને હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ: શહેરમાં રખડતી ગાયોના આતંક વધ્યો છે.શહેરના કોઇ પણ રોડ બાકાત નથી તે જ્યા રખડતી ગાયો જોવા ન મળે.તો બીજી તરફ ગાયોને પાંજરે પુરવા માટે પાલીકાતંત્ર દ્વારા મુકવામાં આવેલ પગારદાર વ્યક્તિઓ કોઇ કાર્યવાહી કરતા ન હોવાની બૂમ ઉઠી છે. 

આજે વહેલી સવારે ૭ થી ૮ વાગ્યાની અરસામાં એક ગાયે શહેરના હાર્દસમા વિસ્તારમાં ભાગદોડ મચાવતા બે લોકોને ઇજાઓ પહોચી હતી.શહેરની તાલુકા પંચાયત કચેરી પાસે આ ગાયે એક વિદ્યાર્થીને અને બસમથકે એક મુસાફરને અડફેટે લેતા આ વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ ગતી.ગાંડીતૂર બનેલી આ ગાયે શિંગડા ભેરવી બે લોકોને પછાડતા વિસ્તારમાં હાહાકાર મચી હતી.સ્થાનિકોએ આ બનાવ અંગે નડિયાદ ફાયર બ્રિગ્રડને તેમજ પાલીકાતંત્રને જાણ કરી હતી.જો કે બંને તંત્રના કર્મચારી બનાવ સ્થળે મોડા પહોચતા સ્થાનિકોમાં રોષભભૂકી ઉઠયો હતો.આ બાદ ગાંડી બનેલી ગાયને દોરડા વડે બાંધી દેવામાં આવી હતી.

(6:01 pm IST)