Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વડોદરાની કપૂરાઈ ચોકડી નજીક હાઇવે પર પાર્ક કરેલ ટ્રકની તાડપત્રી કાપીને પાર્સલની ચોરી કરનાર ઠગની તપાસ શરૂ

વડોદરા: શહેરની કપુરાઈ ચોકડી અને વાઘોડિયા ચોકડીની વચ્ચે આવેલી હોટલ ગિરિરાજ નજીક હાઈવે પર પાર્ક કરેલી ટ્રકની તાડપત્રી કાપીને ચોર ટોળકી કપડાના ૪૨ પાર્સલ ચોરી ગઈ હતી. જે અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે રાજસ્થાનનો ભાગુરામ ફાલુરામ મેઘવાલ આઈશર ટ્રકમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. આ ગાડી ચૌધરી રોડ લાઈન્સમાં ફેરવે છે અને સુરત અમદાવાદની વચ્ચે ફેરી કરે છે. ગત તા.૨૨મીના રોજ સુરત ખાતેથી કાપડના ૧૩૯ પાર્સલ લઈને અમદાવાદ જવા નિકળ્યો હતો. મળસ્કે ૪.૩૦ વાગ્યે ડ્રાઈવરને ઉંઘ આવતા કપુરાઈ ચોકડીથી વાઘોડિયા ચોકડીની વચ્ચે ગિરીરાજ હોટલની બાજુમાં સર્વિસરોડ પર ગાડી પાર્ક કરીને સૂઈ ગયો હતો. સવારે સાડા નવ વાગ્યે  ડ્રાઈવર જાગ્યો  અને જોયું ત્યારે જાણ થઈ કે તાડપતરી કાપીને ચોર ટોળકી ૪૨ પાર્સલ ચોરી ગઈ હતી. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(5:58 pm IST)