Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અમદાવાદમાં ટ્રાફિક-પાર્કિંગનો પ્રશ્ન હલ કરવા કોર્પોરેશન દ્વારા ઓવરબ્રિજ નીચે પે એન્ડ પાર્કની સુવિધા

અમદાવાદ : અમદાવાદ: શહેરમાં પાર્કિંગની સમસ્યાના નિવારણ માટે હવે કોર્પોરેશન શહેરના 14 રેલવે અને ફ્લાય ઓવરબ્રિજ નીચે પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરશે. જેના માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. કોપોરેશન દ્વારા પાર્કિગ માટે ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ બે કલાક માટે ટૂ વ્હીલરના 5, ફોર વ્હીલરના 15, મધ્યમ માલવાહક વાહન માટે 50 અને ભારે માલવાહક વાહન માટે 75 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

14 બ્રિજ નીચે કુલ 6,484 ટૂ વ્હીલર અને 763 ફોર વ્હીલર પાર્ક કરી શકાશે. 40 ટકા જગ્યા પાર્કિંગ પરમીટ માટે ફાળવવાની રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14 બ્રિજની નીચે રેવન્યુ શેરિંગ બેઝીઝના ધોરણે પે એન્ડ પાર્ક માટે ટેન્ડર બહાર પાડ્યા છે. ટેન્ડરની શરતો મુજબ પાર્કિંગની જગ્યા પર રાખવામાં આવતા કર્મચારીને ઓળખપત્ર આપવાનું રહેશે. તેના વિશે સંપુર્ણ માહિતી કોન્ટ્રાક્ટર પાસે હશે.

પાર્કિંગની કુલ જગ્યામાંથી 40 ટકા જગ્યા પાર્કિંગ પરમીટ માટે ફાળવવાની રહેશે. તે જગ્યામાં પ્રવર્તમાન દરના 12 કલાકના લેખે પાર્કિંગ પરમીટ આપવાની રહેશે. જે પણ વાહન પાર્ક કરવામાં આવે તે વાહનના ઇન્સ્યોરન્સની જવાબદારી કોન્ટ્રાકટરની રહેશે. વાહનમાં આગ લાગે કે ચોરી થાય તો તેની જવાબદારી કોન્ટ્રાકટરની રહેશે.વાહમાં કોઇ પણ પ્રકારનું ડેમેજ થાય તો તેની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.

કયા-કયા સ્થળે બનશે પાર્કિંગ

સ્થળ

2 વ્હીલર

4 વ્હીલર

સોલા રેલવે ઓવરબ્રિજ

84

42

ગોતા રેલવે ઓવરબ્રિજ

230

48

હેલ્મેટ ઓવરબ્રિજ

240

28

આંબેડકર બ્રિજ

0

14

રાણીપ રેલવે ઓવરબ્રિજ

310

111

ઈન્કમટેક્ષ ઓવરબ્રિજ

852

156

AEC ફ્લાય ઓવરબ્રિજ

570

105

ઠક્કરબાપાનગર ઓવરબ્રિજ

500

0

બાપુનગર ઓવરબ્રિજ

1500

0

CTM ઓવરબ્રિજ

476

25

ઇસનપુરબ્રિજ

190

17

ગુરુજી બ્રિજ

104

0

સોનીની ચાલી ઓવરબ્રિજ

195

20

હાટકેશ્વર બ્રિજ

355

70

જશોદાનગર ઓવરબ્રિજ

235

10

શિવરંજની બ્રિજ

643

117

કુલ

6,484

763

(4:55 pm IST)