Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

'ઇ ટાસ' મુદ્દે સાંજે સરકાર સાથે તલાટી સંઘની બેઠક

રાજકોટ, તા. ર૬ : રાજય સરકારે  પંચાયતના તલાટીઓ માટે 'ઇ ટાસ'થી ઓનલાઇન હાજરી પુરવાનું ફરજીયાત કરતા તેની સામે તલાટી સંગઠને ધોકો પછાડ્યો છે. આજે સાંજે તલાટી મહાસંઘનાં રાજય કક્ષાના હોદ્દેદારો ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી અને પંચાયત મંત્રીને મળનાર છે. ત્યારબાદ આગળની રણનીતિ ઘડાશે.

તલાટીઓએ ઇ-તલાટી એટેન્ડન્સ સીસ્ટમનો વિરોધ કર્યો છે. જે તલાટી આ રીતે હાજરી ન પુરે તેની પરચુરણ રજા કપાત કરવા સરકારે સુચના આપી છે. સરકાર અને તલાટીઓ વચ્ચે સંઘર્ષના એંધાણ વર્તાતા આજે સાંજે બન્ને પક્ષે બેઠક થનાર છે. તલાટીઓની માંગ આ પધ્ધતિ રદ કરવાની છે. સરકાર 'ઇ ટાસ' માટે મક્કમ જણાય છે. સાંજની બેઠક નિર્ણાયક બને તેવી સંભાવના છે.

(4:19 pm IST)