Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

અમદાવાદ શહેરના તમામ ૧૬૧ર મહિલા કર્મિ.ઓનું હિમોગ્લોબીન ચેક કરાશે

રાજકોટ શહેર પોલીસ તંત્રએ પણ અનુસરવા જેવુ ખરૂ!

રાજકોટ તા. ર૬ :.. અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં ફરજ બજાવતી ૧૬૧ર મહિલા પોલીસ કર્મચારીઓની મેડીકલ તપાસ કરી ખાસ તેમનું હિમોગ્લોબીન ચેક કરાશે. રાજયના તમામ શહેર જીલ્લામાં પણ આ બાબતનું અનુકરણ થવું જોઇએ.

શહેરના સેકટર - ર નાં જોઇન્ટ પોલીસ કમિશ્નર નિપુના તોરવણે એ એક કાર્યક્રમ દરમ્યાન જણાવ્યુ હતું કે શહેરના પોલીસ તંત્રમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલથી લઇને જોઇન્ટ પોલીસ  કમિશ્નર કક્ષાના મહિલા કર્મચારીઓનું ખાસ કરીને હિમોગ્લોબીનની તપાસ કરવામાં આવશે જો કે સર્વગ્રાહી તપાસણી પણ કરાશે.

અમદાવાદ મેડીકલ એસોસીએશનના સહયોગથી અમદાવાદમાાં શહેર પોલીસના મહિલા કર્મચારીઓના મેડીકલ તપાસનો પાંચ દિવસ માટે કેમ્પ શરૂ થયો છે.

જેસીપી નિપુણા તોરવણેના જણાવ્યા મુજબ શહેરની ટ્રાફીક તથા કાયદો વ્યવસ્થાની યોગ્ય જાણવણી માટે પોલીસ કર્મચારીઓ ત્થા અધિકારીઓનું નિરોગી સ્વાશ્યમ અત્યંત આવશ્કય છે.

તેમના જણાવ્યા મુજબ બાદમાં મહિલા હોમગાર્ડ માટે પણ આ પ્રકારનો મેડીકલ કેમ્પ યોજાશે. તેમણે ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર અંગે પણ જાગૃતતા કેળવવા પર ભાર મૂકયો હતો.

અમદાવાદ મેડીકલ એસોસીએશનના અધ્યક્ષ ડો. મોના દેસાઇના જણાવ્યા મુજબ મહિલા પોલીસ કર્મચારીઓના હિમોગ્લોબીન ઉપરાંત સંપૂર્ણ બ્લડ કાઉન્ડની તપાસ પણ થશે.

તેમના જણાવ્યા મુજબ મહિલા પોલીસ કર્મચારીઓને પોષ્ટિક આહારની પણ જાણકારી આપવામાં આવશે. તપાસ દરમ્યાન જરૂર પડશે તો, મેમોગ્રાફી, સોનાગ્રાફી પણ નિઃશુલ્ક રીતે વિવિધ હોસ્પીટલોમાં કરવામાં આવશે.

(1:11 pm IST)