Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

એચકે સેન્ટરમાં સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન વર્ગ શરૂ

સ્પર્ધકોને સફળતાની શુભેચ્છા

અમદાવાદ,તા.૨૫ : સ્પર્ધકોને સફળતાની શુભેચ્છા પાઠવતા ઉપકુલપતિ એચ કે સેન્ટર ફોર પ્રોફેશનલ ટ્રેનિંગ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજરોજ સ્પર્ધાત્મક પરિક્ષાના માર્ગદર્શન વર્ગોની ત્રીજી બેચનો પ્રારંભ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. જગદીશ ભાવસારે કરાવ્યો હતો. પ્રસંગે તેઓએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાના દિશાદર્શન હેઠળ પ્રારંભ કરાયેલ વર્ગોનું માર્ગદર્શન અને સ્પર્ધાની મહેનત પરિણામદાયી નિવડે તેવી શુભેચ્છા પાઠવી હતી. સફળતા પ્રાપ્ત કરવા માટે પરિશ્રમશીલ બનવા સૌને અનુરોધ કર્યો હતો. સેન્ટર ખાતે સોમ થી શુક્ર .૩૦થી .૩૦ બે કલાક માટે ગણિત, અંગ્રેજી, સામાન્ય જ્ઞાનને સાંકળીને નિષ્ણાંતો દ્વારા પરિક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. સ્પર્ધાત્મક પરિક્ષાના માર્ગદર્શન વર્ગોની બેંચ સતત બે મહિના રજાના દિવસો સિવાય ચલાવવામાં આવશે.

 

(10:02 pm IST)