Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

નગીનદાન ગાંધીથી માંડી પરેશ ધાનાણીઃ૫૮ વર્ષમાં ૨૪ વિપક્ષી નેતા બદલાયા

માધવસિંહ, ચીમનભાઈ, દલસુખભાઈ ગોધાણી, સી.ડી., કેશુભાઈ, અમરસિંહ, સુરેશ મહેતા, નરેશ રાવલ, મોઢવાડિયા, શકિતસિંહ, મોહનસિંહ વગેરે વિપક્ષી નેતા રહી ચૂકયા છે

ગાંધીનગર, તા. ૨૨ :. આજે વિધાનસભાના વિપક્ષી નેતા તરીકે પરેશ ધાનાણીએ કાર્યભાર સંભાળ્યો છે. ગુજરાતની સ્થાપના વખતે પ્રથમ વિપક્ષી નેતા તરીકે નગીનદાસ ગાંધી હતા. ધારાસભાની ગઈ ચૂંટણી પૂર્વે મોહનસિંહ રાઠવા નેતા હતા. વિપક્ષી નેતાને ગાડી, બંગલો, ઓફિસ સહિત કેબીનેટ મંત્રીની સમકક્ષ સુવિધા મળે છે. ગુજરાતના અગાઉના ૨૩ વિપક્ષી નેતાની નામાવલી નીચે મુજબ છે.

ક્રમ   વિપક્ષી નેતાનું નામ   કાર્યકાળ

૧   શ્રી નગીનદાસ ગાંધી - ૨૯-૮-૧૯૬૦

૨  શ્રી ભાઈલાલભાઈ પટેલ-૨૩-૩-૧૯૬૨

૩  શ્રી ભાઈલાલભાઈ પટેલ-૧૬-૩-૧૯૬૭

૪ શ્રી જયદીપસિંઘજી - ૨૪-૪-૧૯૬૮

૫ શ્રી કાન્તીલાલ ઘીયા - ૧૬-૧૧-૧૯૭૦

૬ શ્રી ચીમનભાઈ પટેલ - ૨૮-૪-૧૯૭૧

૭ શ્રી માણેકલાલ ગાંધી - ૧-૯-૧૯૭૨

૮ શ્રી માધવસિંહ સોલંકી - ૨૭-૬-૧૯૭૫

૯ શ્રી બાબુભાઈ જે. પટેલ-૨૪-૧૨-૧૯૭૬

૧૦ શ્રી માધવસિંહ સોલંકી-૧૧-૪-૧૯૭૭

૧૧ શ્રી દલસુખભાઈ ગોઢાણી-૯-૬-૧૯૮૦

૧૨ શ્રી ચીમનભાઈ પટેલ-૧૬-૩-૧૯૮૫

૧૩ શ્રી સી.ડી. પટેલ-૧૫-૩-૧૯૯૦

૧૪ શ્રી કેશુભાઈ પટેલ-૨૯-૧૦-૧૯૯૦

૧૫ શ્રી અમરસિંહ ચૌધરી-૨૦-૩-૧૯૯૫

૧૬ શ્રી સુરેશચંદ્ર મહેતા-૧૯-૨-૧૯૯૭

૧૭ શ્રી અમરસિંહ ચૌધરી-૧૯-૩-૧૯૯૮

૧૮ શ્રી નરેશ રાવલ- ૧૯-૧૧-૨૦૦૧

૧૯ શ્રી અમરસિંહ ચૌધરી-૧૬-૧૨-૨૦૦૨

૨૦ અર્જુનભાઈમોઢવાડીયા-૨૯-૧૦-૦૪

૨૧ શ્રી શકિતસિંહ ગોહિલ-૧૭-૧-૨૦૦૮

૨૨ શ્રી શંકરસિંહ વાઘેલા-૨૩-૧-૨૦૧૩

૨૩ શ્રી મોહનસિંહ રાઠવા-૨૬-૭-૧૭

૨૪ શ્રી પરેશ ધાનાણી - ૨૩-૧-૧૮

(4:16 pm IST)