Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

રાલ્દા ગામના બસ સ્ટેંન્ડ પાસે બેફામ કન્ટેઇનર ચલાવી વળાંકમાં પલટી ખવડાવતા ચાલકનું મોત: એકને ઇજા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાના રાલદા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પુરપાટ કંટેનર નંબર MP- 07 HB-3706 લઈ જતા ચાલક સુશીલસિંહ ઉર્ફે કરૂ રામપાલસિંહે પોતાના કબજામાનુ કંટેનર પુરઝડપે અને  ગફલતભરી રીતે હંકારી રાલ્દા ગામ પાસેના વળાંકમા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કન્ટેઇનર પલ્ટી ખવડાવી ઉદયભાન દીનાસિંહ પરમારને પગમા ઈજા પહોચાડી હતી અને આ અકસ્માતમાં પોતે ચાલાક સુશીલસિંહનું મોત થયું હોય ડેડીયાપાડા પોલીસે સુશીલસિંહ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:30 pm IST)