Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સાબરકાંઠાના આંતરસુબા નજીક બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત : 3 યુવાનોના મોત : એક ગંભીર

બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો: ભોગ બનેલા યુવાન ભાભુડી ગામ અને વિજયનગરના

સાબરકાંઠાના વિજયનગરના આંતરસુબા નજીક બે બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં ઘટનાસ્થળે જ 3 યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બે બાઈક વચ્ચે એટલી ભયંકર ટક્કર થઈ હતી કે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

બાઈક પર સવાર ત્રણેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઇને ત્રણેય યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં ભોગ બનેલા યુવાન ભાભુડી ગામ અને વિજયનગરના હોવાનું જણાઇ રહ્યું છે.

(9:09 pm IST)