Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 15 થી 20 ફેબ્રુઆરી વચ્ચે યોજાય તેવી શકયતા

રાજયની 17 નગરપાલિકાઓની અનામત બેઠકોની ફાળવણીના આખરી આદેશો: સામાન્ય બેઠકો કરતાં અનામત બેઠકોની સંખ્યા વધુ

અમદાવાદ :સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખ જાહેર થવાની રાહ જોવાઈ રહી છે ત્યારે આ ચૂંટણી 15થી 20 ફ્રેબુઆરીની વચ્ચે યોજાવાની શક્યતા છે. તેને લઇને રાજય ચૂંટણી પંચ દ્રારા  તૈયારીઓ થઇ રહી છે. ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતાં સરકારે દરેક સ્થળોએ વહીવટદારની નિમણૂંકો કરી દીધી છે.આજે રાજય ચૂંટણી પંચ દ્રારા રાજયની 17 નગરપાલિકાઓની અનામત બેઠકોની ફાળવણીના આખરી આદેશો જારી કર્યા છે. આ 17 નગરપાલિકાઓમાં સામાન્ય બેઠકો કરતાં અનામત બેઠકોની સંખ્યા વધુ છે.

   રાજયની 19 નગરપાલિકાઓની ગત સામાન્ય ચૂંટણી વખતે શહેરના વોર્ડોનું સીમાંકન અને બેઠકોની (અનામત સહિતની) ફાળવણી અંગેના આખરી આદેશ જાન્યુઆરી 2016માં કરવામાં આવ્યા હતા. આ નગરપાલિકાની ફ્રેબુઆરી 2021માં યોજાનારી બીજી સામાન્ય ચૂંટણી માટે જાન્યુઆરી 2016માં પ્રસિધ્ધ કરેલા આખરી આદેશની અનુસૂચિ 2માં શહેરી વિકાસ વિભાગના 19/10/20ના જાહેરનામા મુજબ અંશત સુધારો કરી રાજય ચૂંટણી પંચ દ્રારા 15/12/20ના રોજ પ્રસિધ્ધ કર્યા હતા

રાજયની 17 નગરપાલિકાની જાહેર કરાયેલી બેઠકોની વિગતો તપાસીએ તો 17 નગરપાલિકાઓમાં 105 વોર્ડની સંખ્યા છે. જેમાં કુલ બેઠકો 420 છે. તેમાંથી 240 અનામત બેઠકો તથા 180 સામાન્ય બેઠકો છે. સૈથી વધુ તરસાડીમાં 18 અનામત બેઠકો છે તો 10 જ સામાન્ય બેઠકો છે. તે જ રીતે ઉમરગામમાં 17 અનામત અને 11 સામાન્ય તથા ગણદેવીમાં 16 અનામત બેઠકો અને 8 સામાન્ય બેઠકો છે.

આ નગરપાલિકાઓમાં 14 નગરપાલિકાઓમાં 6 વોર્ડ છે. જયારે ત્રણ નગરપાલિકાઓમાં 7 વોર્ડની સંખ્યા છે. તે જ રીતે કુલ બેઠકોની સંખ્યા જોઇએ તો મહત્તમ નગરપાલિકાઓમાં કુલ 24 બેઠકો છે. જયારે ત્રણ નગરપાલિકાઓમાં 28 બેઠકો છે.

(9:45 pm IST)