Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

અરવલ્લી જિલ્લા પોલીસની ટીમે મોડાસા તાલુકાના જીવણપુર વિસ્તારમાં દેશી દારૂના ભઠ્ઠા પર છાપો મારી 11310 લીટર દારૂ ગાળવા વપરાતા વોશનો જથ્થો ઝડપી પાડ્યો

અરવલ્લી: જિલ્લા પોલીસની ૩ ટીમો દ્વારા મોડાસા તાલુકાના જીવણપુર વિસ્તારમાં પ્રોહીબીશન ડ્રાઈવ હાથ ધરાઈ હતી.અને પોલીસ ની જુદીજુદી ટીમો  ના ૫૦ પોલીસ જવાનોની આ રેડમાં દેશી દારૂના ભઠ્ઠા ઉપર છાપો મારી રહેણાંક મકાનોની આજુબાજુ પતરાના પીપોમાં રાખવામાં આવેલ ૧૧૩૧૦ લીટર દારૂ ગાળવા વપરાતા ર્વાશનો જથ્થો ઝડપી પડાયો હતો.

૧૨ મહિલાઓ સહિત ૧૬ વોન્ટેડ બુટલેગરો વિરૃધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મોડાસા તાલુકાના શામળાજી રોડે આવેલ જીવણપુર ચોકડી નજીકનો વિસ્તાર દેશીના વેપારને લઈ પંથકમાં નામચીન બન્યો છે.આ વિસ્તાર ના કેટલાક શખ્શો ઘર આગળ કે ખેતરમાં દેશી દારૂ ગાળવાનો અને મોડાસાથી માંડી છેક અમદાવાદ સુધી વેચવાના ગોરખધંધા સાથે સંકળાયેલા છે.આ દેશી દારૂના પીઠા અંગે જિલ્લાના પોલીસ વડાના ધ્યાને વિગતો આવતાં વિભાગીય પોલીસવડા ભરત બસીયા ની રાહબરી હેઠળ ગત શુક્રવારે આ વિસ્તારમાં મોટાપાયે પ્રોહીબીશન ડ્રાઈવ હાથ ધરાઈ હતી.  જિલ્લા એલસીબી પોલીસ ઈન્સ્પેકટર આર.કે. પરમારએસઓજી પોલીસ ઈન્સ્પેકટર જયેશ ભરવાડ સહિતની ટીમો ના ૫૦ થી વધુ પોલીસ જવાનો દ્વારા જુદાજુદા વાહનોમાં આ નામચીન સ્થળે છાપો મારવામાં આવ્યો હતો અને રહેણાંક મકાનોની આજુબાજુમાં પતરાના પીપોમાં દેશી દારૂ ગાળવાનો વોશ લીટર ૧૧૩૧૦ કિં.રૂપિયા ૨૨,૬૨૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ ડ્રાઈવમાં જેઓના ઘર આગળથી વોશ ઝડપાયો હતો.તેવા ઘર માલીકો સહિત આ દારૂ ગાળવાના વ્યવસાય સાથે સંકળાયેલા બુટલેગરો સહિત ના વોન્ટેડ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

(5:51 pm IST)