Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

વડોદરા:માં અમૃત કાર્ડ માટે આવકના ખોટા દાખલા બનાવી છેતરપિંડી આચરનાર ત્રણ એજન્ટની ધરપકડ

વડોદરા:મા અમૃત કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ માટે આવકના ખોટા દાખલા બનાવી બોગસ કાર્ડ બનાવવાના ગુનામાં સામેલ ત્રણ એજન્ટની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.અને આ ગુનામાં શંકાના દાયરામાં આવેલા ખાનગી કોન્ટ્રાક્ટની કંપનીના કર્મચારીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

સરકાર દ્વારા ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે રૃપિયા ચાર લાખની આવક મર્યાદામાં મા અમૃતમ કાર્ડ તથા રૃપિયા પાંચ લાખની મર્યાદામાં મા વાત્સલ્ય યોજનાના કાર્ડ આપવામાં આ છે.જેથી ગરીબ નાગરિકો   મફત સારવાર કરાવી શકે.પરંતુ,કેટલાક ભેજાબાજો દ્વારા કમિશન લઇને બોગસ કાર્ડ બનાવી આપવામાં આવે છે. આ યોજના હેઠળ અપાયેલા કાર્ડની ચકાસણી દરમિયાન ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી કે, આજવા રોડ સુદામા પુરી હેલ્થ સેન્ટરની તપાસમાં ૩૫ કાર્ડના દસ્તાવેજોમાં આવકના દાખલા ખોટા અને શંકાસ્પદ જણાઇ આવ્યા  હતા. 

આ કેસમાં સામેલ અને ભૂગર્ભમાં ઉતરી ગયેલા અન્ય એજન્ટોે પકડાયા પછી વધારે વિગતો બહાર આવશે .ખોટા બોગસ દસ્તાવેજ બનાવવા માટે એજન્ટ દ્વારા કેટલા રૃપિયા લેવામાં આવતા હતા અને આ ગુનામાં કોઈ સરકારી કર્મચારી કે અધિકારી સામેલ છે કે કેમ તેની પણ વિગતો પ્રકાશમાં આવશે.

(5:44 pm IST)