Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ધોલેરામાં ગુજરાત- સ્પેશ્યલ એજયુકેશન રિજન સ્થાપિત કરવા માટે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે ગુજરાત સરકારે એમ.ઓ.યુ કર્યાં

ગુજરાતને નોલેજ ડ્રિવન ઈકોનોમીમાં પ્રસ્થાપિત કરવામાં આ સ્પેશ્યલ એજયુકેશન રીજીયન મહત્વપૂર્ણ બનશેઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એમ.ઓ.યુ.પર હસ્તાક્ષર સંપન્ન

રાજકોટ તા. ૨૧: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ પર હસ્તાક્ષર સંપર્ન્નંગુજરાત સરકાર ના મહત્વપૂર્ણ ર્શ્શ્રીસ્નિંત્ર્જ્ઞ્ષ્ટ પ્રોજેકટ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (ઝ્રલ્ત્ય્) માં વિશ્વ સ્તરીય એજયુકેશનઙ્ગ ઙ્ગસ્પેશ્યલ રીજીયન ની સ્થાપના માટે ના એમ ઓ યુ આજે ગાંધીનગર માં કરવામાં આવ્યા હતા.

ઙ્ગશ્નગ્રીનફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટીઅંતર્ગત દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડર રિજીયનના ભાગ રૂપે નિર્માણ પામી રહ્યો છે. ઝ્રલ્ત્ય્ અત્યારે વિવિધ સેવાઓ સાથે સજ્જ છે અને અમદાવાદ-ધોલેરા એકસપ્રેસ વે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ભીમનાથ – ધોલેરા રેલ લાઇનના માધ્યમથી વ્યૂહાત્મક રીતે ઉપયોગી કનેકટીવીટીના વિકલ્પો પણ ધરાવે છે.ઙ્ગ

શહેરના નિર્માણ માટે માત્ર ઇમારતો જ નહીં પરંતુ સામાજિક બંધારણની મજબૂતી પણ સમયસર જોઇતી હોય છે. આ મહત્વપૂર્ણ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સેરેસ્ટ્રા મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે ધોલેરા-સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં વિશ્વસ્તરીય ગુજરાત સ્પેશ્યલ એજયુકેશન રીજીયનની સ્થાપના માટે આ એમ.ઓ.યુ. કર્યા છે.ઙ્ગ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં આ એમ.ઓ.યુ. પર ગુજરાત સરકાર વતી ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના ચેરમેન અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી તથા મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસે તથા સેરેસ્ટ્રાના મેનેજિંગ પાર્ટનર શ્રી જશમીત છાબરાએ હસ્તાક્ષર કર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે, ધોલેરા પહેલું ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર છે જે ઇન્ડસ્ટ્રીઅલ ૪.૦ ઉત્પાદનને ટેકો આપવા માટે નિર્માણ પામી રહ્યું છે.ઙ્ગ

આ સ્પેશ્યલ એજયુકેશન રિજીયન તે વિસ્તારના સર્વાંગી વિકાસમાં વેગ આપશે અને ગુજરાતને નોલેજ ડ્રિવન ઈકોનોમી તરીકે પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે એમ તેમણે જણાવ્યું હતું.

સેરેસ્ટ્રા વેન્ચર્સ ભારતનું સૌથી મોટું શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ છે જે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરીને ધોલેરામાં સ્પેશ્યલ એજયુકેશન રિજીયન સ્થાપિત કરશે.

આ કંપની હૈદરાબાદ સ્થિત છેઙ્ગ અને તે શિક્ષણ અને લાઈફ સાયન્સિસ સાથે સંકળાયેલા રોકાણ, બાંધકામ અને મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલી છે.ઙ્ગ

શિક્ષણ જગત માટે જરૂરી એવા ગુણવત્ત્।ાસભર એજયુકેશન હબના નિર્માણમાં કંપની સંકળાયેલી છે જેમાં સ્કૂલનો પણ સમાવેશ થાય છે. આ કંપની હૈદરાબાદ મુંબઇ અને બેંગલુરૂ જેવા મહાનગરોમાં પણ પોતાના કારોબારઙ્ગ ધરાવે છે.ઙ્ગ

ધોલેરા ઔદ્યોગિક શહેર ૯૨૦ ચો. કિમીમાં પથરાયેલું છે જેમાં ઉદ્યોગો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઇકો-સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે. સામાજિક ઇન્ફ્રાસ્ટ્રકચરના ભાગરૂપે શિક્ષણ, સ્વાસ્થ્ય અને અન્ય જરૂરી સેવાઓ માટે પણ વ્યવસ્થાઓ વિકસિત કરવામાં આવી રહી છે.ઙ્ગ

ગુજરાત સ્પેશ્યલ એજયુકેશન રીજીયન (જી-એસઇઆર/ઞ્-લ્ચ્ય્) ૧૦૦૦ એકરમાં એજયુકેશન હબ તરીકે વિકસિત થશે તે ભવિષ્યમાં ૫૦૦૦ એકર સુધીમાં યુનિવર્સિટી ડિસ્ટ્રીકટ, સ્કૂલ ડિસ્ટ્રીકટ અને ઇનોવેશન ડિસ્ટ્રીકટ તરીકે વિકસિત થવાની ક્ષમતાઙ્ગ પણ ધરાવે છે.ઙ્ગ

તેમાં વિદ્યાર્થીઓ માટે રહેણાંક, રમતગમતના કોમ્પ્લેકસ, વગેરેની સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. વિશ્વના કોઇ પણ શૈક્ષણિક એકમ સાથે સ્પર્ધા કરવા માટે જી-એસઇઆર સક્ષમ હશે.ઙ્ગ

જી-એસઇઆર પ્રોજેકટમાં રોકાણથી રાજયના આર્થિક વિકાસને વેગ મળશે અને રોજગારની અનેક તકો ઉભી થશે. આ પ્રોજેકટ આવવાથી વધારાની દ્યણી સવલતો ઉભી થશે જેનાથી અઢી લાખ જેટલાઙ્ગ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીના અવસર પ્રાપ્ત થશે.ઙ્ગઙ્ગ

ધોલેરા ઇન્ડસ્ટ્રીઅલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના ચેરમેન અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી તથા મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી શ્રી. એમ.કે.દાસે કહ્યું,ઙ્ગ શ્નશ્નગુજરાતનો ટ્રેક રેકોર્ડ છે કે અહીંઙ્ગ હંમેશા સામાજિક અને આર્થિક રીતે ઉપયોગીઙ્ગ શ્રેષ્ઠ નિવડે તેવા વિકાસના મોડલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં નિર્માણઙ્ગ કરવામાં આવ્યા છે.

ઙ્ગભારતમાં કયારેય જોવા નહીં મળી હોય તેવી વૈશ્વિક શિક્ષણ વ્યવસ્થા ધોલેરામાં સ્પેશ્યલ એજયુકેશન રિજીયનની મદદથી ઉભી થશે. એમ તેમણે ઉમેર્યું હતું.

સેરેસ્ટ્રાના મેનેજિંગ પાર્ટનર જસમીત છાબરાએ કહ્યું, શ્નશ્નસેરેસ્ટ્રા શિક્ષણ ક્ષેત્રના રોકાણ માટેના અલગ-અલગ પ્લેટફોર્મ સાથે સંકળાયેલી ફર્મ છે. શિક્ષણ ક્ષેત્રના ઇન્ફ્રાસ્ટ્રચરમાં વૈવિધ્ય લાવવા અને ભારતમાં એજયુ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના નિર્માણ માટે સેરેસ્ટ્રા અગ્રેસર છે. જી-એસઇઆર સાથેના કરાર તે દિશામાં એક માઇલસ્ટોન છે.

આ એમ.ઓ.યુ સાઈનિંગ વેળાએ શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, જી.આઈ.ડી.સીના એમ.ડી શ્રી એમ. થેન્નારસન અને ધોલેરા ઈન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના સી.ઈ.ઓ શ્રી હારિત શુકલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(5:11 pm IST)