Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

જાણો બાળ કેન્સરના ભ્રમ અને તથ્યો

ગુજરાત બાળ કેન્સરનાં સારા પરિણામ મેળવવામાં મેડિકલ હબ તરીકે ઉભરી રહયુ છે : કેન્સરનાં ડરને પ્રાથમીક તબક્કે જ દૂર કરવો આવશ્યકઃ નિષ્ણાત ડોકટર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર કારા ઉચ્ચ પરિણામ મેળવી શકાય છે

એક અભ્યાસ મુજબ કેન્સરના કુલ કેસોમાંથી ૩-૪% કેસો બાળપણમાં થવાવાળા કેન્સરના હોય છે. બ્લડ કેન્સર એ બાળકોમાં થવાવાળા કેન્સરમાં સૌથી સામાન્ય કેન્સર છે. (બાળકોમાં થતા કેન્સરમાં લગભગ ર૦ % કેસો બ્લડ કેન્સરના હોય છે.) દર વર્ષે વિશ્વમાં લગભગ ૩ લાખ બાળકોને કેન્સર થાય છે જેમાંથી લગભગ ૫૦,૦૦૦ બાળકોને બ્લડ કેન્સર હોય છે. બ્લડ કેન્સર લોહી, બોનમૈરો, બરોળ અને લસિકા ગાંઠોને અસર કરે છે. બાળકોમાં જોવા મળતુ બ્લડ કેન્સર સામાન્ય રીતે કિમોથેરાપી પ્રત્યે ખુબ સંવેદનશીલ હોય છે. જો તાત્કાલીક સાચી સારવાર આપવામાં આવે તો બાળકોમાં થવાવાળા બ્લડ કેન્સરના મટી જવાની સંભાવના વધુ રહે છે. ૧૯૭૦ના દાયકામાં બ્લડ કેન્સર સામે બચવાની સંભાવના ૩ % હતી, આજે વિકસીત દેશોમાં આધુનિક સારવાર પદ્ઘતિથી તે આશરે ૮૦ - ૯૦ % સુધી પહોચી છે. ભારતમાં જાગૃતિના અભાવ અને નિદાનમાં વિલંબના કારણે આ સંભાવના લગભગ ૭૦ % છે અને જો આ વિશે વિસ્તૃત જાણકારી ફેલાવવામાં આવે તો આ દર હજુ પણ ઉચા જઇ શકે છે. જો પરિવાર દ્વારા બાળકોમાં રહેલા બાળ કેન્સરનાં પ્રાથમિક લક્ષણો જેવા કે... એનેમિયા, સારવારથી તાવનું ના જવું, ઊઝરડા અથવા રકતસ્ત્રાવ, હાડકા અને સાંધાનો દુઃખાવો, ભુખનો અભાવ, વજનમાં ઘટાડો, વિસ્તૃત લસિકા ગાંઠો, રાત્રે પરસેવો આવવો નું બારીકાઇથી અવલોકન કરવામાં આવે તો સમયસર નિદાન અને સારવાર શકય છે અને આવા તબક્કે બચવાની શકયતા ખુબ જ વધારે હોય છે. ઘણી વખતે બાળ કેન્સરને વયસ્કોમાં જોવા મળતા કેન્સરના ચિન્હો સાથે સરખાવવામાં આવે છે જે તધ્ન ખોટુ છે. કારણકે બાળકોનું કેન્સર વયસ્કોના કેન્સરથી અલગ છે અને તેથી તેની સાસ્વાર જુદી રીતે કરવી જરૂરી છે. બાળકોના કેન્સરની સારવાર થોડી જટીલ છે તેથી પેડિયાટ્રિક કેન્સરના અનુભવી એકમમાં લેવામાં આવે તો સારા અને સફળ પરિણામ જોવા મળી શકે છે. કેન્સર શબ્દથી જ લોકોમાં સારવારને લઇને એક ડરનો માહોલ હોય છે. સાથે સાથે બીન જરૂરી ભ્રમથી પણ સારવારમાં બેકાળજી રાખવામાં આવતી હોય છે. બાળકો ખુબ નાના હોય છે અને કિમોથેરાપી સહન કરી શકતા નથી. જે ખરેખર સાચુ નથી અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે કે બાળકો વયસ્ક લોકો કરતા વધુ સારી રીતે કિમોથેરાપી સહન કરી શકે છે. તેમને કોઇ ખરાબ ટેવો નથી જેવી કે ધ્રુમપાન, દારૂ અથવા વયસ્ક લોકોને હોય તેવા રોગો નથી હોતા અને સામાન્ય રીતે તેમની રોગપ્રતિકારક શકિત ખુબ સારી હોય છે. અન્ય એક ભ્રમ એવો પણ છે કે મોટાભાગના બાળકો કેન્સરથી મરી જાય છે. જે પણ ખરેખર ખોટુ છે. બાળપણના કેન્સરમાં વયસ્ક કેન્સર કરતા ઉપચાર દર વધારે હોય છે. વિકસીત દેશમાં અન્ય એક માન્યતા એવી છે કે બાળકોને બ્લડ કેન્સર દરમ્યાન ખુબ મૂશ્કેલ સર્જરીની જરૂર હોય છે. જે વાસ્તવીકતાથી ખુબ દૂર છે. હકીકતમાં સામાન્ય રીતે બ્લ્ડ કેન્સરની સારવાર દરમ્યાન કિમોથેરાપી ૧ૂ ઇન્ફયુઝન અથવા કિમોથેરાપી ટેબલેટથી સારવાર કરવામાં આવે છે અને કેટલાક કિસ્સાઓમાં કિમોથેરાપીની માટે હોસ્પિટલમાં રાત્રે રોકવાની જરૂર નથી. હજુ પણ ઉચ્ચ શિક્ષીત વર્ગમાં પણ એક એવો ભ્રમ છે કે બોનમૈરો ટ્રાન્સપ્લાન્ટ એક ઓપરેશન છે જે પણ તદન ખોટુ છે. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કોઇ સર્જકલ ઓપરેશન નથી પણ IV લાઇન દ્વારા આપવામાં આવેલ લોહી ચડાવવાની એક સ્પેશ્યલાઇઝડ પ્રક્રિયા છે. હાઇરિસ્ક, રેફેસ્ટરી (જટીલ) અને રિલેપ્સ્ડ બાળકોના બ્લડ કેન્સરની સારવાર માટે બોનમૌરો (સ્ટેમસેલ) ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર સારવાર છે. જે હાલમાં એપોલો CBCC કેન્સર કેર હોસ્પિટલ, અમદાવાદ ખાતે ખાસ નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવતી એક મેડિકલ પ્રક્રિયા છે જેના ખુબ સારા પરિણામ જોવા મળી રહયા છે.

 ડો. હેમંત મેઘાણી

કન્સલ્ટન્ટ પીડીયાટ્રીક હિમેટોલોજી, ઓન્કોલોજી એન્ડ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ - એપોલો સીબીસીસી  કેન્સર કેર હોસ્પિટલ - અમદાવાદ. મો.૭૯૪૦૭ ૩૪૦૭૩  

(3:32 pm IST)