Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સાંજથી ૩૦ જિલ્લા પંચાયતો અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલી પાંખ ભૂતપૂર્વ

પદાધિકારીઓની ચેમ્બરને તાળા લાગી જશે, નામના પાટિયા ઉતરી જશે : જે તે પંચાયતના ટી.ડી.ઓ. અને ડી.ડી.ઓ. જ વહીવટદાર

રાજકોટ તા. ૨૧ : રાજ્યમાં કોરોનાના કારણે તાલુકા - જિલ્લા પંચાયતો તથા નગરો અને મહાનગરોની ચૂંટણી પાછી ઠેલાતા નવી ચૂંટણી સુધી જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વહીવટી વડા જ વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળશે. તાલુકામાં ટી.ડી.ઓ. અને જિલ્લા પંચાયતમાં ડી.ડી.ઓ.ને કાર્યભાર સંભાળવા સરકારે સૂચના આપી છે. સાંજથી ચૂંટાયેલી પાંખ ભૂતપૂર્વ થઇ જશે. પદાધિકારીઓની ચેમ્બરને તાળા લાગી જશે અને પદાધિકારીઓના નામના પાટિયા ઉતરી જશે.  રાજ્યમાં આજે સાંજે ૩૦ જિલ્લા પંચાયતોની મુદ્દત પૂરી થઇ રહી છે. ૧ જિલ્લા પંચાયતની મુદ્દત ૨૫મીએ પૂરી થશે. ૨૨૯ તાલુકા પંચાયતોની મુદ્દત આજે અને ૧ તાલુકા પંચાયતની મુદ્દત તા. ૫ જાન્યુઆરીએ પૂરી થઇ રહી છે, નવી ચૂંટણી ફેબ્રુઆરીમાં છે.

(11:28 am IST)